________________
(૨૫૭) શ્રાવિકાઓ આજીવિકાને હાને પિતાને ધર્મ તજી ભ્રષ્ટ થતી હાય, શ્રાવકે કંગાલ થઈ રખડતા હોય અથવા તે અન્ય ધર્મમાં જતા રહેતા હોય, તો શાસનની દાઝવાળે વીરનર એ સહન કરી શકે નહીં. એમના ઉદ્ધાર માટે પિતાની લીમી અર્પણ કરે, એમને જોઈતાં સાધન પૂરાં પાડી આપી ધર્મમાં દઢ કરે તે એ પ્રભાવક કહેવાય ! એની લક્ષ્મી ઉગી નીકળે, એ પાત્રમાં વાવેલું એને અનંતગણે લાભ આપે.
હે રાજન ! શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને પોષવાનું હું તને ભાર મુકીને કહું છું તેનું કારણ એજ કે બીજાં પાંચે ક્ષેત્રને આધાર શ્રાવક શ્રાવિકા જ છે. પૃથ્વી જીનમંદિરથી વિભૂષિત હાય પણ એને સાચવનારા શ્રાવકો જે ન હોય તે-એ મંદિરે કેવી રીતે નભી શકે? એમનાં પૂજન, સત્કાર તે શ્રાવક શ્રાવિકાઓની ઉન્નત્તિ ઉપરજ આધાર રાખે છે. માટે યત્નવડે કરીને પણ શ્રાવક અને શ્રાવિકાઓનું રક્ષણ કરવું. એમના થકીજ ધર્મની ઉજવળતા છે–ભા છે. એમની ઉન્નત્તિમાંજ ધર્મની ઉન્નત્તિ છે.
જે છતી શક્તિએ પોતાના સાધમિક બંધુનું દુ:ખ દૂર કરી શકતો નથી એનામાં ધર્મ પ્રેમ છે એમ ન સમજવું, ભલે ઉપરથી તે ગમે તેટલે આડંબર રાખતા હાય, ગાડી ઘેડે ફરતો હોય; પરન્તુ અજાના ગળામાં રહેલા સ્તનની માસ્ક એની લક્ષ્મી અને એનું જીવીત નિષ્ફળ જાણવું. એ કૃપણ ભલે પિતાની લક્ષમી શુભ માર્ગે ન વાપરે પણ એના
૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com