________________
(૨૩) જવાં, શયન ન કરવું, મૈથુન ન સેવવું, થુકવું કે મલમ ન કરવાં, લધુનીતિ–વડી નીતિ ન કરવી, જુગાર કે હાસ્ય કુતુહલ ન કરવાં. ઈત્યાદિક તેમજ બીજી નાની આશાતનાઓ મળીને ચારાશી આશાતનાઓ ન કરવી. એથી મોટું પાપ લાગે છે. એ પાપના ફલથી આપણને દુઃખ થાય છે. માટે આશાતના રહિતપણે જીનેશ્વરને પૂજવાથી સંપ્રતિ જેવી સમૃદ્ધિ મળે છે. એના કરતાં પણ વિશેષ દેવકનાં સુખ પ્રાપ્ત થાય છે. એ દેવતાઓનાં એવાં તે અનુપમ સુખ હોય છે કે આપણે તે એ સુખનાં વર્ણન પણ ન કરી શકીયે. અરે! એ સુખેને ખ્યાલ કરવાની પણ આપણામાં શક્તિ ન હોય. આપણું અ૫ કપનાથી પણ અતીત એ સુખો કહેવાય. જે તમે જીનરાજની અને સંપ્રતિના અમારા જેવા માણસની ભક્તિ કરશે તે પહેલાં તે તમે સંપ્રતિના માનિતા થશે અને આ લોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરશે અને એ ભકિતના પ્રભાવથી તમે દેવલોકમાં જશે. ત્યાં અનેક દેવાંગનાઓ તમારી સેવા કરશે કે જે દેવાંગનાઓ મનુષ્યની સુંદરમાં સુંદર ગણાતી સુંદર રમણ કરતાં અસંખ્યગણું શ્રેષ્ઠ, સુંદર અને ચતુર છે. તમને સુખી કરવામાં ભેગની કળામાં નિપુણ–પંડિતા છે. એ દેવાંગનાઓનાં દિવ્ય સુખ ભોગવતાં તમારો કાળ કેવી રીતે જાય છે તે પણ તમે જાણી શકશે નહી. ત્યાં તમે અનગળ સમૃદ્ધિના સ્વામી થશે. જેમ દેવબાળાઓ તમારી સેવા કરી તમને સુખી કરશે એવી રીતે તમારા સેવક દેવતાઓ ગંધ તમારી આગળ સંગીત કરશે. દેવબાળાઓ નાટારંગ કરશે
પરિત પ્રામ
અનેક વાર ગણાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com