________________
(૨૬) “ભગવદ્ ? આજથી મારે મંદિરો બંધાવવાની શરૂઆત કરવી, પ્રતિમાઓ પણ ભરાવવી, તેમજ જુના મંદિરના જીર્ણોદ્ધાર કરાવવા હવેથી હું નિયમ કરૂ છું અને રેજ એક જીનમંદિર તૈયાર થયાના સમાચાર સાંભળવામાં આવશે ત્યાર બાદ દાતણ કરીશ એ પ્રમાણે મહાન સંપ્રતિએ રેજનું એક જીનમંદિર તૈયાર કરાવવાના નિયમ અંગીકાર કર્યો.
તરત જ મહાન સંપ્રતિએ લાખો માણસને એ કામમાં જેડી દીધા. લેકોને રોજી મળવા લાગી. ને ઠેકઠેકાણે જીન મંદિરે એક પછી એક તૈયાર થવા લાગ્યાં. દરરોજ મહારાજ સંપ્રતિ એકની ખબર તે ઓછામાં ઓછી સાંભળતો ત્યારે જ દાતણ કરતે. ત્રણ ખંડ ધરતીમાં આર્ય કે અનાર્ય દરેક દેશમાં ગામડું હો કે શહેર પ્રત્યેક ઠેકાણે મંદિર પોતાની શેભાથી પ્રજાનાં મન આકર્ષવા લાગ્યાં.
પ્રકરણ ૩૨ મું.
દુનિયા ધર્મને માર્ગે. મહાન સંપ્રતિએ પોતાના સર્વે દેશોમાં પોતાના સુભટો અને શ્રાવકને કૃત્રિમ સાધુ બનાવીને મોકલ્યા હતા. તેઓ દુનિયાના ખુણે ખુણે ફરી વળ્યા. અનાર્ય દેશમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com