________________
| ( ૨૫૬ ) તેવીજ રીતે જ્ઞાન ભકિત પણ અનુપમ છે. જ્ઞાન ભકિતથી કંઈ આત્માઓ ભવસાગર તરી જાય છે, જ્ઞાન ભકિતથી. જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થતાં સંસારનાં બંધને આપોઆપ ક્ષય–શીથીલ થઈ જાય છે; પૂર્વે જ્ઞાન ભરેલા ભરત મહારાજ પણ સંસારનું સુખ જોગવતાં આરિસા ભુવનમાં કૈવલ્યપદ પામ્યા. જયંત નરપતિએ જ્ઞાનભક્તિ કરતા તીર્થકર પદ લીધું.
સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ઉત્તરોત્તર એક બાજાથી ઉતરતી કોટીનું ક્ષેત્ર છે. સાધુ, સાધ્વીને સુપાત્ર દાન દેવાથી તો મેં પૂર્વે કહ્યું છે તેમ અમેઘફલ પ્રાપ્ત થાય છે એ નિ:સંદેહ વાત છે.
શ્રાવક શ્રાવિકારૂપ ક્ષેત્રમાં વાપરેલું ધન પણ અનંતકેટી. ફળ આપે છે, ધર્મથી રંગાએલાં હોય એવાં શ્રાવક શ્રાવિકા નિર્ધન અવસ્થાને લઈને દ્રવ્યની ખાતર કદાચ ધર્મથી પતિત થતાં હોય તો ત્રાદ્ધિમાન શ્રાવક એમને પોતાની શકિતથી અવશ્ય બચાવે-ધર્મમાં સ્થીર કરે તો ઘણું લાભ ઉપાર્જન કરે. બીજને ધર્મ પ્રાપ્ત કરાવ્યાનું ધર્મમાં સ્થીર કરવાનું ફલ તે જરૂર પામે. પરંતુ જે પિતે શ્રાવક છતાં–દ્ધિમાન છતાં આવું પ્રભાવપણું બતાવે નહિ તે અવશ્ય એને દોષ લાગે.. મનુષ્ય પાસે જે શકિત હોય તે શક્તિ એણે પરમાર્થમાં વાપરવી જોઈએ.
પિતાના હજારે સ્વામી ભાઈએ દુ:ખી હોય, નિરાધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com