________________
(૨૫૫) ભવસાગરથી પાર ઉતરવું હોય અને બીજાને પણ ઉતારવાની ઈચ્છા હોય તો ઠેક ઠેકાણે તેણે જીનમંદિર કરાવવાં, જનપ્રતિમાઓ ભરાવવી. તેમાં પણ નવાં કરાવવા કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં સોળ ગણે લાભ સમાયેલ છે. જ્યાં જ્યાં જનમદિર હોય ત્યાં શ્રાવકોનાં ઘર અવશ્ય હોય તેથી સાધુઓ પણ એવી જગાએ વિહાર કરી શકે, લોકો ઉપર ઉપકાર કરી એમને પ્રતિબોધ પમાડે. એમની જ લક્ષ્મી સફળ થઈ છે કે જે લક્ષ્મીથી જીનમંદિર બંધાવ્યાં હોય, જુના મંદિરના જીદ્ધાર થયા હોય તેમજ જનપ્રતિમાઓ ભરાવી હોય. બાકી તે શ્રીમંત તો ઘણાય હોય છે. પણ જે લક્ષ્મી સપગમાં નથી વપરાતી એની લક્ષ્મી એના મુવા પછી બીજાના હાથમાં જાય છે. પોતે કંઈ પણ કર્યા વગર અન્ત સમયે પશ્ચાત્તાપ કરતે નરભવ હારી જાય છે, તે ઉત્તમ જનોને આ અપૂર્વ અવસર જે પ્રાપ્ત થયે તે પછી એને સદ્વ્યય કરીને લાભ લેવો. કારણ કે લક્ષ્મી એતે પુણ્યથી મલે છે તેમ પાપથી જતી પણ રહે છે. હમેશાં એ કાંઈ કાયમ રહેતી નથી, શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા સમર્થ પુરૂષને પણ સમૃદ્ધિએ તજી દીધો. તો અન્ય પામર જનની તે શી વાત? માટે હે રાજન ? જીનમંદિર અને જીનપ્રતિમા કરાવવાવડે કરીને તમારે પૃથ્વીને શોભાવવી, આજે ત્રણ ખંડ ધરતી ઉપર તમારું સામ્રાજ્ય પથરાયું છે. વાસુદેવની સમાન જગતમાં તમારી આજ્ઞા ખંડીત કરવામાં તમારા સોળ હજાર સામતમાં કોઈ સમર્થ નથી. તો જીને
શ્વરની ભકિત કરવા થકી નરભવ સફલ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com