________________
( ૨૫૪ )
તીર્થંકર થયા એજ રૂષભનાથને શેલડીના રસનુ પારણુ કરાવવાવડે શ્રેયાંસકુમારે મુક્તિ લક્ષ્મી હાથ કરી. અરે એટલે અધે દૂર જવા કરતાં નજીકન જ વાત તમને કહું. જીએ મહાવીરસ્વામી કે જે જીવંતસ્વામીની પ્રતિમા હાલ તમે પૂજો છે. એ મહાવીરસ્વામીએ નયસારના ભવમાં સાધુઓને આહાર વહેારાવવાથી સમકિત પ્રાપ્ત કર્યું હતું. પર ંપરાએ મહાવીરસ્વામી થયા. તેમના સમયમાં જે જે પુરૂષા પ્રસિદ્ધિમાં આવ્યા છે તે પ્રાય: મુનિને દાન દેવાના મહાત્મ્યથીજ થયા છે. જુએ ધનાશાલિભદ્ર! શાલિભદ્રે પૂર્વે ગોવાળના ભવમાં માસખમણુના ઉપવાસી મુનિને ખીરનુ પારણુ કરાવ્યું તે શાલિભદ્ર થઇ અક્ષય ઋદ્ધિ પામ્યા. એમના બનેવી ધના શેઠ! પૂર્વે સાધુને દાન દેવાના પ્રભાવથી એ પણ અનગળ દ્રવ્યને માલેક થયા. એટલુ જ નહી પણ હવે એકાવતારી થઇ તે મે ક્ષે પણ જશે. એવીજ રીતે કૃતપુણ્ય ? શ્રી મહાવીરસ્વામીની શ્રાવિકા રેવતીએ ભગવનને ખીજોરાપાક વહેારાવવા વડે સંસારને ટુંકા કર્યા ને તીર્થ કર નામકર્મ બાંધ્યું ભાવી ચાવીશીમાં સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે.
લક્ષ્મીના સદ્ઉપયોગ કરવા માટે ભગવતે સાતક્ષેત્રાની પ્રરૂપણા કરી છે તે સાત ક્ષેત્ર તે જીનપ્રતિમા, જીનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા ! જીનપ્રતિમા, અને જીનચૈત્ય, એ સ’સારથો પાર ઉતારવાને આત્માના સાધના છે. અનેક આત્માએ એ નિમિત્ત પામીને પેાતાનુ હિત કરી ગયા છે ને કરે છે. એ બધા લાભ જીનમાંદેર કરાવનારને મળે છે. પ્રાણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com