________________
(૨૨) ખંડણી આપી રહ્યા હતા. એણે પિતાની તલવારનું પાણી કલિંગની લડાઈમાં બતાવી આપી જગતને પોતાના પરાક્રમને પરિચય કરાવ્યો હતો. એ ભયંકર યુદ્ધમાં કલિંગવાસી વીરે ત્રણ વર્ષ પર્યત અશકવર્ધનની સામે ઉભા હતા. અને એ સ્વદેશાભિમાનની વેદિકા ઉપર ૧૦૦૦૦૦ કલિંગવાસીઓનાં બલિદાન દેવાયાં, ૧૫૦ ૦૦૦ લડતાં પકડાયા અને અનાજની મેંઘવારીથી લાખો ભૂખે તરસે ટળવળી મુવા એતે જુદા ?
મહારાજ અશોકના રાજ્યને વિસ્તાર દૂર અફઘાનિસ્તાન, સિંધ, ઊત્તરે નેપાલ પૂર્વમાં બંગાલા, કલિંગ, પશ્ચિમે સૌરાષ્ટ્ર ને કચ્છ અને વિંધ્યાચળની દક્ષિણે મહેસુરની ઉત્તર હદ પર્યત અશેકવર્ધનની આણ ફરતી હતી. રાજ્યની વ્ય. વસ્થા સાચવવા માટે સમ્રાટે મુખ્ય ચાર મથકે રાખ્યાં હતાં. ઉત્તરમાં તક્ષશિલા, પૂર્વમાં કલિંગ, દક્ષિણમાં સુવર્ણગિરિ ને પશ્ચિમમાં ઉજજયિની. આ દરેક સ્થળે જુદા જુદા હાકેમદંડનાયકની ગોઠવણ કરવામાં આવી હતી.સિંહલદ્વીપ–લંકાને રાજા એને પ્રસન્ન કરવાને અવનવાં ભેટનું મેકલતો હતે. મહારાજ અશકે બદ્ધ ધર્મ સ્વીકારેલો હોવાથી અત્યારે એણે બૌદ્ધ ધર્મને ઉત્તેજન ઠીક ઠીક આપ્યું હતું.
બદ્રાચાર્ય ઉપગુણના સમાગમમાં આવ્યા પછી સમ્રાસ્ને જીવદયાનું તત્વ સમજાતાં એને બોદ્ધ ધર્મને પાશ લાગે હતો. કલિંગના યુદ્ધમાં લાખો ની આહૂતિએ એનું હદય હચમચાવ્યું હતું. મનુષ્યના અમૂલ્ય જીવનની કિંમત એના હૈયામાં ઉતરી હતી. જેથી એણે પોતાની તેજ તલવાર મ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com