________________
(૧૫૯) તની ઝાંખીના રમણીય દર્શનની લગારેક વાર હતી, એવા અવસરમાં નહી ભવ્ય નહી સામાન્ય એવા એક મધ્યમ મકા નના એક દિવાનખાનામાં કયા ઉપર પડી પડી એક પ્રઢ સી આ પ્રમાણે વિચાર કરી રહી હતી. એ પ્રઢ વયની રાંગ સીનો સ્વભાવ કંઈક ઉગ્ર હતા, હુકમ ચલાવવાની એની ટેવ હિતી છતાં ઘણા વખતના દુઃખના પરિચયથી એનું મન હમેશાં ખિન્ન રહેતું હતું, સ્ત્રીઓને ઉચિત માયા પ્રિય એનો સ્વભાવ હવાથી એક વખતની પિતાની સમૃદ્ધિ પિતાને હરીફ ભેગવત હોવાથી એના અંતરમાં અતિ દુઃખ થતું હતું. એ દુ:ખમાંથી એનામાં ધીરજ, ગંભિરતા, સ્થિરતા, ને સહન શીલતા આદિ ગુણે વિકાસ પામ્યા હતા. છતાં હજી એના જીવનમાં એક મહત્વની આશા હતી. એ આશાના પાશથી બંધાયેલી એ પ્રઢ રમણ દુઃખમાં દિવસો વ્યતીત કરી જીવતી હતી. એ પ્રઢ વદના સ્ત્રી તે કુણાલની ધાત્રી સુનંદા હતી. જોકે કુણાલને રાજહક તો હવે નાબુદ થયે હતું છતાં જે બનાવ વિધિને હસ્તક છે એવા બનાવમાં આશા રાખી એ સ્ત્રી જીવતી હતી. એ આશા પુરવી એ તે દેવની મરજીની વાત છે. છતાં માણસ જ્યારે અતિ દુઃખથી નાસીપાસ થાય છે ત્યારે ભવિષ્યની કોઈ અગમ્ય સુઆશાએ તે જીવન વ્યતીત કરે છે, પછી ભલેને એ આશા દેવાધિન હોય ! છતાં દેવ ઉપર વિશ્વાસ ધરતાં તે શીખે છે. દેવને અનુકૂળ કરવા પુણ્યકૃ–ધમાં કરવાની એના હૈયામાં સંભાવના જાગૃત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com