________________
(૧૬૦ ) ગરીબ બિચારી સુનંદા ! તે પણ એક પરાવલંબનવાળી આશાએ દેવ ઉપર ભરૂં રાખીને જીવતી હતી. ને એ આશામાં ને આશામાં અત્યારમાં તે વિચારોના પ્રવાહમાં ડુબી ગઈ હતી. એટલામાં તેની પાસે સુતેલી ચંદાએ એના વિચારમાં ડખલ કરી. “મોટી બેન ? જાગો છો ને?”
કેમ શું કહે છે ચંદી ?” વિચારમાંથી જાગૃત થતાં ગંભિર મુખમુદ્રા ધારણ કરી સુનંદા બેલી.
મને તો લાગે છે કે કોઈ દિવસ હવે આપણે ઉદ્ધાર થાય એમ નથી. આવી જ સ્થિતિમાં આપણે કાળ જવાને દુષ્ટ દૈવે નિર્માણ કર્યો છે, છતાં મનમાં મેટી મટી મહત્વાકાંક્ષાઓ કેમ થતી હશે વળી ?” ચંદાએ કંઈક વાતે તે કરવી જ જોઈએની, એમ સમજીને વાર્તાની શરૂઆત કરી.
ચંદી? ગમે તેમ થાય, છતાં ભવિષ્યની એક સુઆશાએ હું જીવું છું. તું પણ પિતાના શેઠની આવી સ્થિતિ જોઈને તરૂણ અવસ્થા છતાં અખંડીત બ્રહ્મચર્ય પાળતી સંસાર છોડીને બેઠી છે, તે શું દૈવ એટલું કઠેર થશે ! શું આપણું ઉપર એ દયા નહી કરે? ” સુનંદાએ આશા આપી.
“મને નથી સમજાતું કે એ કયી રીતે આપણને મદદ કરશે ! કુણાલ કુંવર શું ફરી દેખતા થશે ? એમનાં ગયેલાં લોચન ફરી પ્રાપ્ત થશે. પ્રભુ પ્રભુ? મુવેલાં માણસ તે કદ
જીવતાં થતાં હશે ? ” ચંદીએ નિશાના ઉદ્દગાર કાઢ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com