________________
(૨૪૧ ) ઉઘડી નહી. આખરે રાજાની પટ્ટરાણી અને ચેડા મહારાજની પુત્રી પ્રભાવતીએ દેવાધિદેવની સ્તુતિ કરી એ પેટી ઉઘાડી. એને પોતાના ચૈત્યગ્રહમાં સ્થાપી નિરંતર તે પૂજા કરવા લાગી.
હવે એક દિવસ રાણું પ્રભાવતી રાજાની આજ્ઞા પાળી ચારિત્ર લઈ દેવલેકમાં ગઈ. તે પછી પ્રભુની પૂજા દેવદત્તા નામની કુબજા નિરંતર કરવા લાગી. પ્રભાવતીને જીવ દેવતા થયેલ, તેણે રાજાને પ્રતિબંધ કરી જૈન ધર્મમાં સ્થીર કર્યો.
એ અરસામાં ગાંધાર નામે શ્રાવક દેવતાધિષ્ઠાત ગુટિકાના પ્રભાવથી આકાશમાં ઉડી જીવંત સ્વામીનાં દર્શન કરવાને ત્યાં આવ્યો. ભગવાનને પૂજીને પોતાને કાલ સુખમાં તે અહીયાં નિર્ગમન કરતો હતો. કેટલાક સમય તેને ત્યાં પસાર થઈ ગયે.
ગાંધાર શ્રાવકે પિતાનું મૃત્યુ નજીક જાણીને એની સેવા કરનારી પેલી કુન્જાને પોતાની પાસે રહેલી ગુટિકાઓ આપી દીધી. પોતે દીક્ષા લઈ આત્મહિત કરવા લાગ્યું.
ગુટિકાને પ્રભાવ ગાંધાર શ્રાવકે કહેલો હોવાથી સુંદર રૂપની ઈચ્છા કરતી દેવદત્તાએ એક ગુટિકા મુખમાં રાખી એટલે તે સંદર્ય સંપન્ન બની ગઈ. રાજાએ એને આવી સેંદવતી જોઈ એનું નામ “સુવર્ણ ગુટિકા ”પાયું.
એને ચિંતા થઈ. હું રૂપવતી તે થઈ પણ મારે ગ્ય વર જોઈએ, વર વગર તો સ્ત્રીનું થોવન નિષ્ફળ છે. તે મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com