________________
( ૨૫૦) પામીને એના સામંતો પોતપોતાની રાજ્યધાનીમાં ચાલ્યા ગયા. તેમણે પિતાપિતાના દેશમાં જનમંદિરે ઉભાં કરીને તીર્થકરની ભક્તિ કરવા લાગ્યા. પ્રજામાં એ ધર્મને આશ્રય આપવામાં આવ્યું. સાધુઓની ભકિત કરતા અને શ્રાવકોને ઉત્તેજન આપતા રાજાઓએ પોતપોતાના દેશમાં રથયાત્રા વગેરે મહત્સવો પ્રવર્તાવ્યા. જેન આચાર પોતે પણ પાળીને પ્રજાનાં દષ્ટાંતરૂપ થયા. કે જેથી આર્ય અને અનાર્ય દેશો મિ
ધ્યાત્વથી ભરેલા તે પણ શુદ્ધ અને સાધુઓને વિહાર કરવાને રોગ્ય થયા.
એક દિવસે મહાન સંપ્રતિ આર્યસુહસ્તિસ્વામીને વંદન કરીને બેઠા હતા. એમણે જીવંત સ્વામીનું કંઈક વિશેષ સ્વરૂપ પૂછયું આયે સુહસ્તિસ્વામીએ એની ઉત્પત્તિથી માંડીને ઈતિ પર્યત સર્વે વૃત્તાંત કહે છતાં જે વિશેષ હતું તે પણ સંભળાવી દીધું. જેથી એ પણ જીવંતસ્વામી ઉપર ભકિતવાળે થઈને એમની ત્રિકાળ સેવા-પૂજા અને ભકિત કરવા લાગ્યો.
એક દિવસ સંપ્રતિ રાજા વિચાર કરવા લાગ્યો કે “ત્રણ ખંડ પૃથ્વી ઉપર મારું રાજ્ય છે. એ સર્વ અનાર્ય અને આર્ય દેશમાં સાધુઓ શામાટે ન વિચારી શકે?” એ પ્રમાણે વિચાર આવવાથી એમણે ગુરૂને પૂછયું. “ભગવાન ? આપનો સાધુ સમુદાય કયાં ક્યાં વિહાર કરી શકે !”
“જ્યાં જ્યાં જીનમંદિર હય, શ્રાવકની વસ્તી હોય, આર્ય જગા હોય એવે સ્થાનકે સાધુઓ વિહાર અવશ્ય કરી શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com