________________
(૨૪૮ ) છે તે સમયે અભિષેકનું જળ શિખર ઉપરથી જેમ નીચે પડતું હોય તેમ રથ ઉપરથી ભગવંતનું સ્નાત્ર જળ જમીન ઉપર પડવા લાગ્યું. સ્નાનથી શુદ્ધ થયેલા શ્રાવકે ભગવંતનો સ્નાત્રાભિષેક કરી સુગંધી દ્રવ્યથી પૂજવા લાગ્યા. સુગંધી પુની વિવિધરંગી માળાદિથી પૂજા કરવા લાગ્યા. જેથી શરદ્દ ઋતુના વાદળાંથી ઘેરાયેલી ચંદ્રની કળા હોય એવી જિનેશ્વર ભગવાનની પ્રતિમા શોભવા લાગી. અગર આદિ ધૂપથી ચારે દિશાએ સુગંધમય બની ગઈ. એ પ્રમાણે પૂજા કરી શ્રાવકેએ ભગવાનની આરતી ઉતારી પછી જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી ભક્તિવંત શ્રાવકેએ અશ્વની જેમ રથને ખેંચવા માંડશે.
રથના આગળ માર્ગમાં નાગરિક રમણીઓ તાલપૂર્વક રાસડા ગાતી હતી. ચતુર્વિધ વાજીંત્રના નાદ સાથે સુંદર નાટક બીજી તરફ થતું હતું. ચારે બાજુ શ્રાવિકાઓ માંગલીક ગાઈ રહી હતી. એવી રીતે ભગવાનને રથ પ્રત્યેક હાટ ને મંદિર પાસે ઉભે રહી વિવિધ પ્રકારની પૂજાને ગ્રહણ કરતો રથ સંપ્રતિ રાજાના રાજભવન આગળ આવ્યા. પોતાના નિયમ પ્રમાણે રથ અહીંયા પણ ઉભું રહ્યો.
સંપ્રતિ રાજા હર્ષથી વિકસ્વર થયેલા શરીરવડે ભાગવાનને પૂજવાને તૈયાર થઈને આવ્યા. એમની સાથે એમના સામંતરાજાઓ હતા. વિધિસહિત ભગવાનની પૂજા કરતાં સર્વે સામંતોને વિધિ બતાવા; ગુરૂ પાસે એ સર્વે સામંતને સમકિત લેવરાવી રાજાએ પોતાના સકલ સામતને આદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com