________________
( ૨૪૭) જનોને અધિક અધિક દાન દેવા લાગ્યો. સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું હતું.
આર્ય સુહસ્તિ સ્વામી રાજાને ધર્મમાં સ્થીર કરીને વિહાર કરી ગયેલા તે પાછા ફરતા ફરતા અવંતીમાં આવ્યા. તે પ્રસંગે જિનેશ્વરમાં ભકિતવાળા શ્રાવકોએ જીન ચેત્યમાં મેટો ઉત્સવ શરૂ કર્યો. એ ઉત્સવમાં સહતિ સ્વામી પણ પ્રતિદિવસ ભાગ લેતા હતા, ગુરુનું આગમન જાણુને સંપ્રતિ પણ અંજલિ જેડીને હમેશાં એની સાથે બેસતો હતો. આ ઉત્સવ નિમિત્તે સંપ્રતિ એ દરેક સામંતોને ઉજજયિનીમાં નોતર્યા હતા.
યાત્રાત્સવ પૂર્ણ થતાં ભકિતમાન શ્રાવકોએ રથયાત્રાની તૈયારી કરી; કેમકે રથયાત્રા વગર યાત્રાત્સવ સંપૂર્ણ ગણાત નથી જેથી સૂર્યના રથ સમાન સુવર્ણ મણિ-માણેકની કાંતિથી ભવ્ય એ રથ રથ શાળામાંથી બહાર કઢાળે, વિધિને જાણનારા મહદ્ધિક શ્રાવકો રથમાં બિરાજેલી શ્રી અહંત પ્રતિમાની સ્નાત્ર પૂજાદિક કરવા લાગ્યા. હજારો શ્રાવક શ્રાવિકા પોતપોતાનું મહકિપણું જણાવતાં એ ઉત્સવમાં ભાગ લેવાને હાજર થતાં, શ્રાવિકાઓ એનેક પ્રકારે ધવલ ગીતો ગાતી હતા. મંગળ વાજા રૂડે પ્રકારે વાગી રહ્યાં હતાં. જૈનશાસનના જયના પિકારોથી આકાશ છવાઈ રહ્યું હતું.
શ્રદ્ધાવંત શ્રાવકે ભગવંતનું સ્નાત્ર જળ કરતા છતાં પૂર્વે દેવતાઓ મેરૂ પર્વત ઉપર ભગવંતને જન્માભિષેક કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com