________________
(૨૫૧ ) તે પ્રભુ? આપણા સાધુઓ અનાર્ય જેવા દેશમાં સગવડ હોય તો વિહાર કરી શકે કે ? ”
અનાર્ય દેશમાં વિહાર નહી કરવાનું કારણ એ કે મહા અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબેલા હોવાથી એવા લેકેથી સાધુઓને ઉપસર્ગ થવાનો સંભવ નિરંતર રહે, તેમજ શ્રાવકોના અભાવે સાધુઓને આહાર પાણીની અગવડતા રહે, ઉ. તરવાની જગ્યા પણ મલે કે ન મલે, એમ અનેક પ્રકારની મુશ્કે લીઓ ઉભી થવા પામે, સાધુઓને પણ એથી કદાચ આd ધ્યાન થાય. એના કરતાં જ્યાં સુખે ધર્મ સાધન થઈ શકે તેવી જગ્યાએ રહીને સાધુઓ સુખપૂર્વક ધર્મ સાધી શકે એજ ઠીક છે” સુહસ્તિસ્વામીએ કારણ બતાવ્યું.
આપનું કારણ છે કે વાસ્તવિક છે, છતાં મારી ઈચ્છા છે કે આપના સાધુઓ મારા રાજ્યમાં આર્ય કે અનાર્ય દેશમાં ગમે ત્યાં વિહાર કરી શકે કે જેથી મારી અનાર્ય પ્રજા પણ ધર્મતત્વને પામે.”
એ કેવી રીતે થઈ શકે વારૂ? રાજન્ ? તમે એમાંથી કાંઈ રસ્તો કાઢી શકો છો?”
ભગવદ્ ? પ્રથમ શ્રાવકોને કે જે સાધુઓના આચાર વિચારમાં પારંગત હોય એમને સાધુઓને વેશ પહેરાવી દેશે દેશ મેકલવા, અને મારી દરેક પ્રજા મારા ગુરૂ તરીકે ગણુને એમની સેવા ભકિત, બહુમાન કરતાં શીખે. એવી રીતે કરતાં અનાર્ય પ્રજા પણ સાધુઓની ભક્તિ કેવી રીતે કરવી એ જાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com