________________
(૨૨)
વર–શૈક્તા કેણુ થાય? આ ઉદયન તો મારે પિતા જેવું છે. “મારે માટે તો અવંતીપતિ ચંડપ્રદ્યોત વર થાઓ” એમ ચિંતવને વળી ગુટિકા મોંમાં રાખી એટલે ગુટિકાની અધિષ્ઠાયિકા દેવીએ ચંડપ્રદ્યોત આગળ એના રૂપનું વર્ણન કર્યું. જેથી ચંડપ્રદ્યોતે સુવર્ણ ગુટિકાને તેડવાને દૂત મોકલ્યા એટલે દાસીએ કહ્યું. “રાજાને અહીંયાં મોકલજે તે પછી બન્નેનું ઇચ્છિત કાર્ય થશે.”
દૂતે એ સમાચાર અવંતીપતિને આપ્યા. રાત્રીના અવં. તીપતિ અનિલવેગ હાથી ઉપર સ્વાર થઈને ત્યાં આવ્યું. નગરની બહાર ઉદ્યાનમાં બન્નેનો મેળાપ થયો રાજાએ એને પોતાની સાથે આવવાને કહ્યું. ત્યારે સુવર્ણ ગુટિકાએ કહ્યું કે-“અહીયાં રહેલી જીનમૂર્તિ વગર હું જીવી શકું તેમ નથી, માટે એના જેવી તમે એક મૂર્તિ બનાવીને અહીયાં લાવે. એ મૂર્તિને આ જગાએ સ્થાપી આ પ્રતિમાને લઈ હું તમારી સાથે આવું !.”
તે પછી પ્રદ્યોતે અવંતીમાં આવીને એક મૂર્તિ તૈયાર કરાવી ને કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી એ મૂર્તિને લઈને પ્રદ્યોત વીતભય પાટણ આવ્યું. દાસીને એ મૂર્તિ અર્પણ કરી. દાસી પણ એનવીન મૂર્તિ ચૈત્યમાં સ્થાપી તે મૂળ મૂર્તિને લઈ પ્રદ્યોતની સાથે અવંતીમાં આવી રાજાની સેવા કરવા લાગી.
પ્રાત:કાળે ઉદાયન રાજા દેવાલયમાં આવ્યો ને પ્રતિમાને નમી સન્મુખ જુએ છે ત્યાં તો કરમાઈ ગયેલી પુષ્પમાળાવાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com