________________
(૨૪) પ્રતિમા ભરાવ ? કે તેમની ભક્તિથી તને બોધિબીજ ઉત્પન્ન થશે.”
યાત્રાનું કાર્ય સમાપ્ત થતાં વિદ્યુમ્માલીએ પિતાના મહેલમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહેલા વિર ભગવાનને જોયા? તે પછી હિમવંત પર્વત ઉપર જઈ ગોશીષ ચંદન છેદી લાવી તેનાથી જેવી પ્રભુની મુર્તિ જોઈ હતી તેવી અલંકાર સહીત બનાવી જાતિવંત ચંદનની એક પેટી બનાવી કપિલ કેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી તે પ્રતિમા એ પેટીમાં મુકી.
એ અરસામાં સમુદ્રમાં એક વ્યાપારીનું વહાણ ડામાડોળ સ્થીતિમાં હતું. તે વિન્ન નિવારીને વિદ્યુમ્માલીએ પેલી પટી તે વ્યાપારીને આપી સિંધુ સૈવીર દેશના વીતભય. પાટણમાં જવાની આજ્ઞા કરી.
વહાણ સહીસલામત વીતભયપાટણ આવ્યું. અહીયાં ત્રણસોને ત્રેસઠ નગરોના અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાઓ જેની સેવા કરે છે એવા ઉદાયી નામે રાજા રાજ્ય કરતો હતો. શૈવ ધર્મમાં ચુસ્ત એવા એ રાજા તાપસને ભક્ત હતો. ત્યાં આવીને વ્યાપારીએ નગરના ચેકમાં પેટી મુકી ઉષણા કરી કે-“આ પેટમાંથી દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો ? ગ્રહણ કરો ?”
રાજા, અમાત્ય. નગરજનો આદિ અનેક જનો ત્યાં એકઠા થયા. દરેક ધર્મના પુરૂ, તાપસે, સન્યાસીઓ આવ્યા. પિતા પોતાના ઇષ્ટદેવની સ્તુતિ કરવા માંડી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com