________________
(૨૩૮). “ઠીક તો હું પણ તૈયાર છું.” એમ કહી તે એમને ભેટવાને ધ.
હાં હાં સબુર ! ઉતાવળા થાઓ નહીં, તે માટે તમે પંચશલ દ્વીપે આવજે.” એમ બોલતી દેવીઓ અદશ્ય થઈ ગઈ. | વ્યંતરીયાના ભોગની લાલસાવાળો કુમારનંદી મહા મુશિબતે પંચશૈલ દ્વીપે પહોંચ્યો. ત્યાં પેલી દેવીઓ એની દષ્ટિએ પડી. એટલે તે એમની પાસે ભેગની પ્રાર્થના કરવા લાગ્યું. ત્યારે દેવીએ બોલી કે “આ શરીરથી અમારે
સ્પર્શ થાય નહીં પણ તું પંચશેલ દ્વીપના સ્વામી થવાનું નિયાણું કરીને અગ્નિ પ્રવેશ કરે તે અહીંયાં તું ઉત્પન્ન થાય ને અમારો સ્વામી બને.”
એ જવાબ સાંભળી ની વિચારમાં પડ્યો અરે? હું તો ઉભયભ્રષ્ટ થયે. મારી પાંચસો સ્ત્રીઓને છેઠી આમની પાસે દેડી આવ્યા તે એ પણ ગઈ ને આ પણ મારી ન થઈ.” એવી રીતે ચિંતામાં પડેલા કુમાર નંદીને દેવીઓએ એના નગરની બહાર મુકી દીધો.
ઘરે આવ્યા પછી દેવાંગનાઓનું દિવ્ય શરીર જોયેલું એટલે પોતાની સ્ત્રીઓ પર એને સ્નેહ થતો નહી. રાતદિવસ દેવીનેજ યાદ કરતો. જેથી એણે અગ્નિપ્રવેશ કરવાને વિચાર કર્યો. એના મિત્ર નાગિલે એને ઘણું સમજાવ્યો છતાં એ અગ્નિમાં પ્રવેશ કરી પંચશેલ દ્વીપને સ્વામી થયા. પેલી વ્યંતરીઓ સાથે મનગમતા ભેગ ભેગવવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com