________________
( ૧૨ ) હું તમને વચન આપું તો ? આટલીવાર ફરીને ખાતરી કરી જુઓ?”
“પણ એવા વચનનું શું કામ છે. આને અત્યારે જુઓ કેવી એકાંત છે–શાંત છે. પછી તમારું કામ હું સત્વર કરી દઈશ.”
“અત્યારે તો ન બને ? એવું ખાનગી કામ તો રાતના ઠીક પડે ? ને તેય વળી એકાંતે ! ”
તે ભલે એકાંત ! મારી કયાં ના છે! તમે કહે ત્યાં સેવક સેવામાં તૈયાર છે.”
શું તમારી એજ ઈચ્છા છે ત્યારે ?”
હા ? તે સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે મારૂં મન નહી મનાવો ત્યાં લગી હું કાંઈ પણ કરવાનો નથી. સારૂ થયું કે તમે આવી ગયાં નહીતર હું તો એટલે બધે ગુસ્સે થઈ ગયે હતો કે તમારી વાત મહારાજને કહી નાખત ! તમને એ ગુન્હાની નસીયત કરાવત ! ”
રાણી એ સાંભળીને વિચારમાં પડી. “ઠીક છે. ત્યારે પાટલીપુત્રની બહાર ગંગાના તટ ઉપર વૃક્ષોની ઝાડીમાં જીર્ણ થઈ ગયેલું પેલું બુદ્ધ ભગવાનનું મંદિર છે. ત્યાં પહોરરાતના મારી રાહ જોજે. હું લગભગ પહાર રાત વીત્યાબાદ આ વીશ. મધ્યરાત્રી સુધીમાં તો અવશ્ય આવીશ?” રાણીએ જણાવ્યું અને તે પછી ત્યાંથી કલ્યાણને લઈને ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com