________________
(૨૭) ભેગવ્યા પછી પરિણામે આખરે એની શિક્ષા ભેગવવી પડે છે? તું પણ આજે ત્રણખંડ જીતીને ઘેર આવ્યા છે છતાં એ વિચાર આવતાં હું કહું કેવી રીતે ખુશી થાઉં?” માતાનાં એકએક વચન સંમતિ ધ્યાનપૂર્વક સાંભળતો હતો.
તે માતા? હું તમને કેવી રીતે ખુશી કરી શકું?” સંપ્રતિએ પૂછ્યું.
ધર્મકાર્ય કરવાથી. તું જે નવાં નવાં જીનમંદિર બંધાવી પુણ્ય ઉપાર્જન કરે તે મને હર્ષ થાય તે સિવાય મારું મન માને નહી ?”
એ જીનમંદિર કરાવવાથી શું લાભ થાય; માતા?”
“એનો અનંત લાભ શાસ્ત્રમાં તો બતાવ્યો છે. છતાં દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસ્વામી પાસેથી મેં એકવાર સાંભળ્યું છે કે –
काष्टादीनां जिनावासे, यावंतः परमाणवः । तावंति वर्ष लक्षाणि, तत्कर्ता स्वर्गभाग भवेत् ॥
ભાવાર્થ-જીનમંદિરમાં કાણું પાષાણુ વગેરેમાં જેટલા પરમાણુઓ આવે છે તેટલા લાખ વર્ષ સુધી તે જીનમંદિરનો કરાવનાર સ્વર્ગલોકમાં દેવતાનાં સુખ ભોગવે છે”
“માતાજી? પરમાણું એટલે શું?”
સૂર્ય પ્રકાશ જાલીયાની અંદર પડેલો આપણે જોઈએ છીએ. એ સૂર્યના તેજમાં જે સુક્ષ્મ રજ દેખાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com