________________
(૨૩૩) * તરતજ સંપ્રતિ ગોખમાંથી નીચે ઉતર્યા. રાજગઢની બહાર નીકળી વરઘોડાની સમીપમાં આવ્યા. તે સર્વેએ એમને આ વતા જોઈ માર્ગ આપે. સુહસ્તિસ્વામીને ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક નમે. બે હાથ જોડી રાજાએ હર્ષ સહિત પ્રશ્ન કર્યો. “ભગવદ્ ? આપ મને ઓળખો છો?”
તમે રાજા છે એ સર્વ કઈ જાણે છે. મહારાજ અને શોકના પાત્ર અને વીરકુણાલના પુત્ર ?”
“રાજા તરીકે આપને નથી પૂછતે. આપ બીજા કોઈ પ્રકારે મને ઓળખો છો?” મહાન સંપ્રતિનાં વચન સાંભળીને સુહસ્તિસ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મુક્યો. જ્ઞાનથી એનું વૃત્તાંત જાણી લીધું. “હે નરેશ્વર? મેં તેને સારી રીતે ઓળખ્યો! પૂર્વે જ્યારે અમે વિહાર કરતાં કશાની નગરીએ ગયા હતા. તે વખતે દુકાળમાં એક કે અમારી પાસે લાડુની આશાએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈ એક દિવસનું ચારિત્ર પાળી. એ રંક તે ભવમાં આયુષ્ય પૂર્ણ થવાથી ચવી ગયે. તે આત્મા તું સંપ્રતિ રાજા થયો છે.” આર્ય સુહસ્તિસ્વામીએ ટુંકમાં એ રંકનું ચારિત્ર ત્યાં સર્વ સમક્ષ કહી સંભળાવ્યું.
હે ભગવન? જૈનધર્મ-અરિહંત ભગવંતને ધર્મ પ્રાપ્ત થયાનું ફલ શું?” રાજાએ ફરીને પૂછયું.
એનું સુપવફલ તે એક્ષપ્રાપ્તિ છે, છતાં એનું અપકવફલસ્વર્ગ, રાજ્ય પ્રાપ્તિ વગેરે ઘણે પ્રકારે જાણવું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com