________________
(૨૩૧ ) વિચ્છેદ થઈ ગયે હતો; છતાં જનકલ્પીની તુલના કરવાને
એમને મનોરથ થયો. જેથી ગચ્છને ભાર એમણે આર્યસુહતિસ્વામી ઉપર નાખે ને પોતે ગ૭માં રહીને જનકલ્પીની તુલના કરતા એકાકીપણે આર્યમહાગિરિ તપશ્ચર્યા કરતા પૃથ્વીને વિષે વિહાર કરવા લાગ્યા.
આર્ય સુહસ્તિસ્વામી શિષ્યના પરિવાર સાથે વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં આવ્યા. રાજા એમને નમવાને આ
વ્યા. ત્યાં વસુભૂતિ નામના શ્રેષ્ટિને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યો. દેશ પરદેશ વિહાર કરતા અને ભવ્ય જીવોને પતાના જ્ઞાનામૃતનું પાન કરાવતાં આર્યસુહસ્તિસ્વામી જીવંત સ્વામીને વંદન કરવાને અવંતી તરફ વિહાર કરી ગયા.
એક દિવસ અવંતીમાં જીવંતસ્વામીને મોટે મહોત્સવ થયે. તે પ્રસંગે રથયાત્રાને માટે વરઘોડો નિક. સંસાર રૂપ સમુદ્રને તરવા વહાણ સમાન એવો જીવંતસ્વામીને રથ નગરમાં ફરવા નિકળે. હજારે જૈન શ્રીમન્તો એ વરઘોડામાં હાજર હેવાથી અવંતીની સમૃદ્ધિનું અત્યારે સાક્ષાત્ દર્શન થતું હતું. અનેક પ્રકારનાં વાર્દેિત્રો વાગી રહ્યાં હતાં. ઘોડે સ્વારેને કાંઈ પાર નહોતો. તે સિવાય સેંકડો જેને સામેલ બનીને પોતાની સમૃદ્ધ બતાવી રહ્યા હતા. રથની પાછળ અનેક સાધુ સમુદાયથી પરવરેલા આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિસ્વામી મોખરે ચાલતા હતા. તેમની પછી શ્રાવક સમુદાય, સાધ્વી ને શ્રાવિકા સમુદાય વગેરે વ્યવસ્થાસર વરઘોડે નગરમાં ફરતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com