________________
(૨૩૪ ) હે પૂજ્ય! અવ્યકત સામાયિક ચારિત્રનું ફલ કહેશે?” રાજાએ ત્રીજો પ્રશ્ન કર્યો.
“હે રાજન ? સામાયિક કરનાર પ્રાણી જે પુણ્ય બાંધે તે તેના પુણ્યની સંખ્યા થઈ શકતી નથી. શ્રાવક પણ સામાયિક કરવાથી તેટલો સમય સાધુ જેવો ગણાય છે. “કમળો ફુવ નાવો વર ના ' તે માટે વારંવાર સામાયિક કરવાં. વળી. અવ્યકત સામાયિકનું ફળ પણ રાજ્યપ્રાપિત છે.
બાકી તો એક પુરૂષ રોજ રોજ એક લાખ સુવર્ણનું દાન આપે અને બીજે રોજ એક શુદ્ધ સામાયિક કરે તો પણ દાન કરનાર સામાયિક કરનારની બરાબરી ન કરી શકે. પ્રતિ દિવસ બેઘડી વિધિપૂર્વક શુદ્ધ સામાયક આચરનારે શ્રાવક પણ પુણ્ય બાંધે તો બાણુડ ઓગણસાઠ લાખ પચીશ હજાર નવસેને પચ્ચીસ પલ્યોપમથી કંઈક અધિક દેવગતિનું આયુષ્ય બાંધે. જે મોક્ષે ગયા, જાય છે અને જવાના છે એ બધા સામાયિકના પ્રભાવથી જ જાણવા.
“હે ભગવન ! આપના પ્રભાવથી જ મને રાજ્ય મળ્યું છે. જે તે વખતે મને આપનું દર્શન ન થયું હોત તો મને સંયમ લક્ષ્મી કયાંથી મળત ? મારે એ રંકને જીવ આવી અપૂર્વ લક્ષ્મીને ભોક્તા ક્યાંથી થાત ? તેથી હે પ્રભુ? પૂર્વભવમાં પણ આપ મારા ગુરૂ હતા. આ ભવમાં પણ આપજ મારા ગુરૂ થાવ ? ” સંમતિએ કહ્યું.
હે નરેંદ્ર ! અમને જોતાંજ તમને જાતિસ્મરણ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com