________________
( ૨૩૨) વરઘોડે ફરતાં ફરતાં રાજગઢ નજીક આવી પહોંચે તે સમયે રાજગઢનાં અનેક માણસે કઈ ઝરૂખાથી તો કઈ બારીમાંથી તે કઈ અગાસીમાંથી કે પોતાને અનુકૂળ આવે તેવી જગામાં ઉભા રહી જતા હતા. એ વરઘેડાની અપૂર્વ ધામધુમ મહાન સંપ્રતિ પણ ગોખમાં બેઠા બેઠા નિહાળવા લાગ્યા. ચારે કેર એમની ચંચળ દષ્ટિ ફરતી અનેક માણસોનું અવલોકન કરી રહી હતી. જીવંત સ્વામીને રથ પણ એમણે નિહાળે. વાદિત્રના મીઠા રે પણ સાંભળ્યા. અનુક્રમે એમની દ્રષ્ટિ ફરતાં ફરતાં આર્યસુહસ્તિસ્વામી ઉપર પડી. એ સૂરિને જોઈ રાજાને વિચાર થયો કે, આ શાંતાત્મા, પવિત્ર મુનિને મેં કયાંક જોયા છે, પણ કયાં જોયા છે તે યાદ આવતું નથી. એમને જેવાથી અને સ્નેહ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરૂ કહે છે કે “ જેને જેવાથી હર્ષ ઉત્પન્ન થાય તે પૂર્વ ભવન બંધુ જાણો ” એવી રીતે મહાન સંપ્રતિ એમને કયાં જોયા છે તેનું સ્મરણ કરવા લાગ્યા. પણ કંઈ યાદ આવ્યું નહી; છતાં ચકકસ નિર્ણય થતો હતો કે ક્યાંક જોયા છે. વારંવાર સ્મરણ કરતાં સંપ્રતિ એકદમ બેભાન જેવા બનીને મુચ્છિત થઈ ગયા. રાજગઢમાં કોલાહલ થઈ રહ્યો. મંત્રીઓ દોડી આવ્યા અને મહાન સંપ્રતિને મુછમાંથી જાગૃત કરવા વિવિધ ઉપાય કરવા મંડી ગયા. વાયુપ્રક્ષેપ આદિ શીતપચાર કરતાં જ્યારે સંપ્રતિ સાવધ થયા ત્યારે જાતિ સ્મરણ જ્ઞાન - વાથી એમણે જોયું કે “ હે ! પૂર્વે હું કોણ હતા અને શું કરવાથી આ રાજ્ય પામ્યું હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com