________________
(૨૨૫ ) “ “માતાજી! સમસ્ત પૃથ્વીવલયને છતી સોળ હજાર રાજાઓ સાથે તમારા ચરણમાં તમારો પુત્ર નમન કરે છે છતાં તમે કેમ હર્ષ નથી પામતાં?”
દિકરા? ઘણું દુશમન રાજાઓને જીતીને તારા સામંત બનાવ્યા તે દુનિયાની દષ્ટિએ તે સારૂ કર્યું હશે. પણ લાખો મનુષ્યની હિંસાને ભેગે મળેલું એ રાજ્ય પ્રાણુતે કેને હિતકર થયું છે ! કે જેથી હું આનંદ પામું ?” માતાએ પુત્રને ધર્મ તરફ વાળવાને મનસુબો કર્યો.
માતા ! આવું આખી પૃથ્વીનું રાજ્ય છે છતાં મારા હિતને માટે એ કેમ નહી થાય વારૂ?”
“તેં લા જીવને સંહાર કરીને સંસાર વધાર્યો છે. પાપને પોટલે–ગાંસડે બાંધ્યો છે. એ પાપનેજ સંગ્રહ કરનારા ધર્મરહિત મનુષ્ય ઘણાય ડુબી ગયા તે હજી પણ ઉંચા આવ્યા નથી. ”
શું ત્યારે દુનિયા જીતનારા રાજા બધા નરકમાં ડુબી જતા હશે? વીર પુરૂષે પૃથ્વીને શું ન જીતવી ? પૃથ્વી તે તલવારને તાબે છે.”
બેશક? વીરપુરૂષ પૃથ્વી જીતે. પિતાની તલવાર ખડખડાવી શત્રુને ડરાવે, દિકરા ? તે ત્રણ ખંડ પૃથ્વી જીતી તેથી હું કાંઈ નારાજ નથી. તારા પરાકમથી તો હું ખુશ છું. દુઃખમાત્ર એટલું જ કે તારા જેવા પરાક્રમ કરનારા પૃથ્વીને જીતીને
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com