________________
( ૨૨૪ )
ઉપર વિજય મેળવનાર મહાપરાક્રમી પુત્રને જોઇ કઈ માતા હર્ષ ઘેલી ન થાય ? પુત્રનું આવું પરાક્રમ જોઇ માતા તે અત્યંત હર્ષ વતી થઇ હતી. છતાં એના મનમાં તરતજ બીજો. વિચાર સ્ફૂર્યાં. “ આહા ? મારા પુત્રે ત્રણખંડ પૃથ્વી સાધીને સાળ હજાર રાજાઓને નમાવ્યા. સંસારની અપૂર્વ ઋદ્ધિ મેળવીને તેા એ કૃતકૃત્ય થયેા. પણ ત્રણખંડની સમૃદ્ધિ મેળવનારા વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય પાપનાં ફળ ભાગવવા અર્ધા લેાકમાં ( નરક ગતિમાં ) ગમન કરે છે. છેલ્લાં અજાત શત્રુ ત્રણખંડના રાજાઓને નમાવી ઠેઠ વૈતાઢયનાં દર્શન કરી આવ્યેા. તે। છઠ્ઠી નરકપૃથ્વીમાં પાપના ભારથી દબાઇને ઉતરી ગયા. હાય ? વિજયીને એ વૈતાઢયનુ દર્શનજ એવું છે કે અવશ્ય નીચે ઉતરી જવું પડે છે.
એ ઋદ્ધિમાં આસક્ત થયેલા વાસુદેવ અને પ્રતિવાસુદેવા તેા ડુબી ગયા. પણ ચક્રવત્તિ એ છ ખંડના સાધનારા પણ ફાવી નથી ગયા. જેમણે એ સમૃદ્ધિ તરફ ત્યાગપણું દેખાડી સંયમ સ્વીકાર્યું એજ ખચી શકયા. તા અનેક પંચેન્દ્રિય પ્રાણીયાની હિંસાથી યુકત એવું ધાર યુદ્ધ કરીને લાખાના નાશ કરીને મારા પુત્રે શત્રુ રાજાઓને પેાતાના બળથી તાબેદાર બનાવ્યા તે ભલે ? પણ એની દુર્ગતિ થાય તે હું ન ઇચ્છું ? મારા દિકરા અહિંયા પણ વિશ્વવિજયી થાય ને પરલેાકમાં પણ પરપુરાએ અન ત સુખના લાકતા થાય એવા કાઇ રસ્તે જાય તા હવે ઠીક છે.” એમ વિચાર કરતી માતાએ પુત્ર ચરણમાં પડેલે છતાં માન ધારણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com