________________
( રરર ) રાજાની આણ મંજુર રાખી એને ભેટણાં ધયા, પાતાની કુંવરીઓ પરણાવી; પણ ભારતના બહારના પ્રદેશ મહારાજ અશેકથી સ્વતંત્ર હતા. એ રાજાઓ સાથે સમ્રા સંપ્રતિ વારંવાર યુદ્ધમાં ઉતરતે. શત્રુની એ ગર્વભરી ઉન્નત ડોકને બળાત્કારે નમાવતો અથવા તો પોતાની સમશેરને આધિન કરતે.
પૂર્વે થયેલા અજાતશત્રુની માફક એણે ત્રણ ખંડ ધરતી સાધી લીધી. કણિકે ( અજાતશત્રુએ ) જેમ ત્રણ ખંડના રાજાઓને જીતી પોતાના તાબેદાર બનાવ્યા હતા તેમજ છેલ્લા મહાન સંપ્રતિએ ત્રણખંડના સળહજાર રાજાઓને પોતાના સામંત બનાવ્યા હતા. બધી પૃથ્વીને પિતાના પરાકમથી દબાવતો સંપ્રતિ અજાતશત્રુની માફક વૈતાઢય પર્વત લગી પહોંચી ગયે. બધી દુનિયા ઉપર વિજય મેળવનાર મહાન સંપ્રતિ જ્યારે વૈતાઢયથી પાછો ફર્યો ત્યારે એની ઋદ્ધિ સમૃદ્ધિનો પાર નહોતો. વાસુદેવના જેટલી ઋદ્ધિ એણે પ્રાપ્ત કરી હતી. પણ વાસુદેવ નહોતો. બે હજાર અર્થે ભરતના રાજાએ (બીજે આઠ હજાર રાજાએ કહ્યા છે) એ એની તાબેદારી મંજુર રાખી. કોઈએ રાજ્ય જવાના ભયથી તે કોઈએ ભક્તિથી સર્વેએ ગમે તે રીતે પણ એની સેવાને સ્વીકાર કર્યો.
વિશ્વવિજયી મહાન સંપ્રતિ મહારાજની યુદ્ધ સામગ્રીમાં પચ્ચાસ હજાર હાથીઓ, એક ક્રોડ અ, સાત ક્રોડ સેવકો-સૈનિકે, નવક્રોડ રથ. આ પ્રમાણેનું એનું વિશાળ સૈન્ય જ શત્રુઓનાં હદયે વિદારવાને બસ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com