________________
(૨૦) બ્રહ્મચારિણું ચંદા પણ પિતાને યોગ્ય પતિને પ્રાપ્ત કરી સુખમાં દિવસો યતીત કરતી હતી. વર્ષોના વહેવા સાથે સંપ્રતિ હવે નવીન તારૂણ્યમાં આવ્ય-મહારાજ અશોકે એને મોટા મોટા રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું.
સંપ્રતિ કુમાર મટીને હવે સમ્રાટ સંપ્રતિ થે. એણે રાજ્યકારોબાર ઉપાડી લીધો. રાજ્યની વ્યવસ્થા કરી પોતે પિતાના સકલ સૈન્ય સાથે એ નવીન વનમાં પ્રવેશ કરતો સંપ્રતિ દિગવિજય કરવા નિકળે. તે કોશલ દેશમાં ગયો ત્યાંના રાજાનું ભેટશું સ્વીકારતા કાશી દેશમાં ગયે, ત્યાંથી વિદેહ દેશની મિથિલા નગરીના રાજનું ભેગું સ્વીકારતો મદ્ર દેશમાં આવ્યો. પછી માળવા તરફ ફર્યો. ત્યાંથી ગુજરાત સૌરાષ્ટ્ર, સિંધ વગેરેમાં આણ વર્તાવતો નાના મોટા રાજાઓનાં આમંત્રણ ને ભેટ સ્વીકારતે સપ્તસિંધવ (પંજાબ–પાંચાળ) તરફ વળે.
સ્વર્ગસમાં કાશિમર દેશને અનુભવ કરતાં તે ઠેઠ હિમાલયની તળેટી સુધી પહોંચી ગયો. આ તરફ અટક આગળ થઈને તે અફગાનિસ્તાન તરફ ઉતર્યો. ઈરાન, મિસર વગેરે સાધતે તે આગળ ચાલ્યા. જે રાજા પિતાને મસ્તક નમાવી ભેટશું આપતે તેની સેવા તે માન્ય રાખતો, અન્યથા યુદ્ધભૂમિમાં પોતાને ચમત્કાર બતાવીને તેને પોતાના તાબેદાર બનાવતો.
એ ઉગતા સૂર્યનાં કિરણે સમસ્ત એશીયામાં ફરી વળ્યાં. તે પછી બીજા ગ્રીસ વગેરે દેશે પણ દબાવ્યા. દુનિયાના ખુણે ખુણે એનું નામ ગાજી રહ્યું. પારસ, શક, યવન, પઠાણ,સિંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com