________________
( ૨૨૩) તે સિવાય સુવર્ણ રૂ૫, હીરા, માણેક, મોતી, પન્ના, નિલમ આદિ ઉત્તમ ધાતુઓનો તે પાર જ નહોતો. તો એની ગણતરી તે શી રીતે થઈ શકે.
આવી અખૂટ સમૃદ્ધિ અને અસંખ્ય સૈન્યબળથી સંપ્રતિ તે જમાનામાં એક અદ્વિતીય વીરનર તરીકે પ્રસિદ્ધ થયે.
જ્યાં જ્યાં એનું સૈન્ય પડાવ નાખતું ત્યાં મોટા નગર જેવા દેખાવ થઈ રહેતે છતાં સૈન્ય અને એનાં સાધનો એટલાં બધાં વિશાળ હતાં કે એને માટે સંપ્રતિને બીજી વ્યવસ્થા કરવાની જરૂર પડતી.
વિશ્વવિજયી કહે કે દશે દિગવિજયી કહો પણ આ મહાન સંપ્રતિ પછી આજ સુધીમાં કોઈપણ નરપતિએ વૈતાઢ્ય પર્વત પર્યત ત્રણ ખંડ પૃથ્વી સાધીને આઠ હજાર રાજાઓને નમાવ્યા નથી. આ પૃથ્વી ઉપર છેલ્લાં ચકવરી રાજ્ય ઘણા કાલસુધી મહાન સંપ્રતિ ભેગવવાને ભાગ્યવંત થયે.
પ્રકરણ ૨૭ મું.
વિશ્વવિજયીનાં માતાને નમન. મહાન સંપ્રતિ પૃથ્વી ઉપર દિગવિજ્ય કરીને ફરતે ફરતે માળવા તરફ આવ્યું. પિતાનું કુટુંબ અવંતીમાં છેવાથી તે ઉજજયિનીમાં આવીને સોળહજાર રાજાઓની સમૃદ્ધિ સહીત પોતાની માતાના ચરણમાં નમ્યા. આખી દુનિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com