________________
(૨૧૯) થઈ આજે સફલ થયું હતું. તે સંપ્રતિની બહુજ સંભાળથી કાળજી રાખતી. જો કે તિગરક્ષિતા સુધરી ગઈ હતી; છતાં એના ઉપર સુનંદાને વિશ્વાસ નહોતે. કેમકે મનુષ્યમાં રહેલા ઝેરી સ્વભાવ ભલે શાંત હોય. છતાં નિમિત્ત પામીને તે પાછો સત્તજ થાય છે. જેથી સંપ્રતિને ક્ષણભર પણ રેઢે મુક્તી નહી. શરતકુમારી સુનંદા કે ચંદા ગમે તેમાંથી એક તે અવશ્ય એની સાથે હાયજ ! અથવા તે એના દાદા પાસે હોય ત્યારે પણ ચંદા કે ગમે તે એની સાથે હોય. દાદાને પણ સાવકી - માતાના ભયની કાળજી વધારે રહેતી જેથી મહારાજે પણ એની દેખરેખ માટે બરાબર વ્યવસ્થા કરી હતી. એવી સ્થીતિમાં કેટલાંય વર્ષો પાણીના પ્રવાહની માફક વહી ગયાં. એમાં એક ઘટના એ પણ બનેલી કે ચુસ્ત બોદ્ધોપાસક અશકે નંદન જેવા ધર્મસ્થંભ પુરૂષનું આવું દુષ્કત જાણ્યું. તેમજ કેટલાક બીજા એવા કારણથી એ ધર્મ ઉપરથી એની શ્રદ્ધા ઉડી ગઈ. તે પછી એ રાજા આર્યસુહસ્તિ સ્વામીના સમાગમમાં આવ્યું ને એને જૈન ધર્મમાં રસ પડવા માંડ્યો. પિતાના જૈન ધર્મના સ્મરણ માટે એણે ગાંધારમાં એક શિલાલેખ કોતરાવ્યો. એમાં અગાઉ અહીં પાર્શ્વનાથ તીર્થકર બધિ સત્વ થયેલા છે. એમ જણાવ્યું છે. તેમજ તક્ષશિલામાં પણ અશોકે એક શિલાલેખ કોતરાવ્યું તેમાં શ્રી પાર્શ્વનાથનું નામ આવે છે. એવી રીતે જેનતત્વના અભ્યાસમાં એનાં હાડમાંસ રંગાઈ ગયાં. પિતાને કાલ અશોક સુખમાં ને શાંતિમાં નિર્ગમન કરતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com