________________
( ૨૧૭) એવી ભૂલ ન થાય એ માટે એણે પણ લીધું ને ભક્તિ વડે પતિનું મન મનાવી કુણાલ ઉપર પિતાના સગા પુત્ર કરતાં અધિક સ્નેહ રાખવા લાગી.
પ્રકરણ ૨૬ મું.
બાળતેજ. સમયના વહેવાની સાથે ભવિષ્યના પડદા વર્તમાન કાળમાં ઘસડાઈ આવતાં કંઈ કંઈ ઘટનાઓ પૃથ્વી ઉપર બની જાય છે. વચમાં સુખે સમાધે કેટલાય વર્ષો પસાર થઈ ગયાં. જે આજકાલ નવીન કહેવાતી વાતો પણ જુની થઈ ગઈ. જેમ જેમ કાલ જતે ગયે, તેમ તેમ સંપ્રતિ વયમાં વધવા લાગ્યા. બાલ્યપણુમાં એ સવેને લાડકો હતા. તેમજ એની તેજસ્વીતા, એ પરાક્રમ, બચપણમાંથી જ પ્રગટ થવાનાં ચિન્હ જણાતાં હતાં. મંત્રીઓની સાથે મહારાજ અશેક ખાનગી વાતે કરતા હોય તે સમયે પણ એ બાળક ત્યાં દાખલ થઈ અશોકના ખોળામાં બેસી જતો અને મંત્રીઓને હુકમ કરતો “ઉભા થાઓ? મહારાજ પધારે ત્યારે તમારે ઉભા થઈમાન આપવું જોઈએ? હું તમારે મહારાજ છું.” એની બાળ ભાષામય વિનોદ વાણુથી બધા હસી પડતા.
કોઈ કોઈ સમયે રાજકાજની વાત સાંભળતાં જ્યારે સંપ્રતિ, દાદાનું “સાર્વભામરાજ્ય' છે એમ સાંભળતા ત્યારે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com