________________
(૨૧૬ ) છલી અવસ્થામાં પાપનું પ્રાયશ્ચિત કરતાં ધર્મસાધના કરો કે જેથી કરેલા દુષ્કર્મોને ક્ષય થાય?”
કરેલાં પાપ ને ત્યાગી, પ્રભુજી ! આજ માગું છું. ભ્રમણ મેહની ભાગી, ચરણમાં સ્થાન માગું છું: બની પાપી ખુની હું તો, હવે એ નિંદ ત્યાગું છું,
ક્ષમા એ પાપની પ્યારા, પડીને પાય માગું છું. તિબ્બરક્ષિતા સજળ નયને પ્રભુની ક્ષમા યાચવા લાગી.
જે ! એ મતની મેમાન ? જે ! તારા તરફ એના કે સદ્ભાવ છે. એની સારી બુદ્ધિનું ફલ પણ એને મલ્યું છે. જગતમાં સારા ખોટા કૃત્યનું ફલ અહીંને અહીં જ મળે છે. સત્યનો જમાનો હજી વહી ગયા નથી. જા આટલો ગુન્હો તારે માફ કરું છું. તારાં કરેલાં કૃત્યેનાં ફલ તું જ ભેગવ.” એમ કહી સમ્રાટે તલવાર મ્યાન કરી અને પોતે ત્યાંથી ચાલ્યા ગયે.
પ્રભાતના સમયમાં જ આ ધમાચકડીની સુનંદાને ખબર પડવાથી એ કુણાલ, શરતકુમારી વગેરેને લઈને તિષ્યરક્ષિતાના મહેલમાં આવી પહોંચી હતી. ને અને સમયે કુણાલે તિષ્યરક્ષિતાનું રાજાની તલવારથી કેવી રીતે રક્ષણ કર્યું તે આપણે જોયું.
મહારાજ અશકના ગયા પછી સુનંદા શરતકુમારી કુણાલ વગેરે પોતાની અપર માતાને ખમાવી પોતાના મહેલમાં આ
વ્યાં. તિષ્યરક્ષિતા પણ રાજા તરફથી માફી મળવાથી નિશ્ચિત થઈ હતી. એક રીતે એ બધી વાત પેટમાંથી નિકળી જવાથી એના હૃદયન બજે હલકે થયો હતો. ત્યાર પછી ફરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com