________________
( ૧૯૮) “ઠીક અંદર ચાલે ?” સંયથી ભેદી ન શકાય એવા અંધકારમાં એ બને આશકમાશુક દિવસના પરિચિત ખંડીચેરમાં અદશ્ય થઈ ગયાં. પેલી દાસી જેવી જણાતી રમણી એમના ગયા પછી જીર્ણ મંદિરના ઓટલા ઉપર આવી સાવધાનતાપૂર્વક પિતાનું ખંજર સંભાળી, મંદિરના બારણની અંદર છુપાતી એક બાજુના ખુણામાં એમના આગમનની માગ પ્રતિક્ષા કરતી બેઠી.
પેલો ત્રીજો પુરૂષ છુપાઈને એમની ચેષ્ટા જેતો હતે. એને દૂરથી આ કૃત્યની કંઈક ગંધ આવી હતી. એને લાગ્યું કે પોતે જે ધારણા કરી હતી તે તદન સત્ય પડી હતી. વ્યભિચાર ચામરસના શેખમાં આ કુલવંતી સ્ત્રીએ કઈ પુરૂષને હદયદાન આપ્યું હતું. તે પછી એ બને અંદર ચાલ્યાં ગયાં એટલે તે પણ આ જગ્યાને પરિચિત હોવાથી એક વૃક્ષ ઉપર ચડીને મંદિરના ઉપરના ભાગ ઉપર થઈને આસ્તેથી તે ફરતા ફરતે કોઈ ન જાણે તેમ નીચે શૂન્ય જગ્યામાં ઉતર્યો, જ્યાં પેલાં બે સ્ત્રી પુરૂષ ગુપચુપ પ્રેમરસની વાતો કરતાં એક બીજામાં મળી ગયાં હતાં ત્યાં આવી પહોંચ્યો. અંધકાર છતાં એમની પાપ કીડાની એને ખાત્રી થઈ, પણ એ દૂર ઉભો રહ્યો. એમની ચેષ્ટાને જોતા એમને શિક્ષા કરવાને એણે તલવારપર હાથ નાખ્યા પણ વળી વિચાર થયે, જગતમાં એવા કેટલાએ
જીવો વિષયમાં ડુબેલા છે. હું કેટલાને મારી નાખીશ. એમના પિશાચકર્મનું ફલ એ પોતેજ ભગવો.
કેટલીકવારે જ્યારે એમણે પોતાની એ રતિક્રિયા પૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com