________________
(૨૦૮) ચાલ્યા ગયે. “આહા? સારું થયું કે મારે પ્રત્યક્ષ ન થવું પડયું. તિષ્યરક્ષિતાએ પિતાની આબરૂ સાચવી છે, પણ આટલું બધું કરવાનું એને કારણ શું?”
-- -- પ્રકરણ ૨૫ મું.
પશ્ચાત્તાપ. બીજે દિવસે પ્રભાતના તિષ્યરક્ષિતા વહેલી ઉઠી તે ખરી, પણ એને આજે બેચેની વધારે હતી. પ્રતિક્ષણે પોતાની ગુપ્ત વાત કુટવાનો ભય રહ્યા કરતો હતો. એ બદ્ધસાધુના ગુમ થઈ જવાની ખબર પડી કે તરતજ શેધ ખેળ થવાની અને એને અંતે જે મડદું હાથ લાગ્યું તે એના ખુનની તપાસ રાજ્ય માર્ફતે અવશ્ય થશે. અરરર ? ત્યારે શું પરિણામ આવશે, એને વિચાર કરતાં એનું હૈયું ધડકતું હતું. એને દાસી ઉપર શંકા આવી રખેને મહારાજ આગળ મારો બધો ભરમ ફોડી નાખે! ફક્ત આ દાસી મારે ભરમ જાણે છે જેથી પ્રગટ થવાને ભય રહે છે, તે એ ભેદ હમેશને માટે અદ્રશ્ય રહે એ સારૂ આ દાસીને અહીંયાંથી મતની મુસાફરીએ મોકલી હોય તે ઠીક? એક ગયે તે બીજીને પણ રવાને કરી દેવી. એમાંજ ઈજજતની સલામતી છે. માટે એ કામ હમણુને હમણુંજ કરી નાખવું જોઈએ, નહીંતર આજેજ પિગળ કુટી જવાનું છે.” એમ વિચારતી તે એકરૂમ સાવધ થઈ ગઈ. એની આંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com