________________
( ૨૧૨ ) છે હવે મને સારું છે માટે મારી ચિંતા કરશે નહીં, પણ તમે જાઓ તો નિરાતે નિદ્રા લઉં?”
“આપને છેડીને બહાર જવાનો કે તમને બહાર જવા દેવાને મહારાજને હુકમ નથી, છતાં અમે બહાર દરવાજા પાસે બેઠાં છીએ આપ સુખેથી શયન કરો !” દાસીઓ એમ કહીને બહાર બેઠી. એક દામી મહારાજને એના સમાચાર આપવાને દોડી. આ તરફ તિબાએ બારણું બંધ કરી દીધું.
થોડીવારમાં મહારાજ આવી પહોંચ્યા. આહા ! એક દિવસમાં એક સામટા કેટલા બનાવ બની ગયા; પણ એનું રહસ્ય એના જાણવામાં નહી આવવાથી મહારાજનું મન ખિન્ન થયું હતું. એને ધમત ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયે હતો. જે ધર્મને માટે પોતે અથાગ ભકિતભાવ રાખતા હતો. એને થંભ સમાન નંદન આચાર્યને ગણતો હતો એનું આવું દુશ્ચરિત જોઈ એ ધર્મમાંથી એની શ્રદ્ધા ઉઠી ગઈ હતી, એના ચિત્તની સ્થીતિ અત્યારે ડામાડોળ બની હતી. તે આવ્યા પણ બારણું બંધ હોવાથી એણે ધકકો માર્યો. પણ તે અંદરથી બંધ હતું. દાસીઓએ ઘણું ઘણું સાદ કર્યા પણ અંદરથી જવાબ મઢ્યો નહી, જેથી એકદમ અશકે દ્વારનું ચયારૂં ઉતારી ઉઘાડી નાખ્યું તે તિગાએ આપઘાતની. કોશિષ કરી હતી. ગળે ફસે ઘાલી એ અધર લટકી રહી. હતી, સમ્રાટે તરતજ એ બંધન છેદી નાખવાથી તિયા નીચે. પટકાઈ. તરત જ ફસ હેવાથી તિષ્યા પુરી સાવધાન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com