________________
- (૧૩) નીચે પટકાયેલી એ પોતાની બે આંખો ફાડી મહારાજ સામે જોઈ રહી, મહારાજની સંજ્ઞાથી દાગીઓ બહાર જતી રહી.
“કહે ? આ દાગીનું શા માટે તેં ખુન કર્યું? પેલો બૌધસાધુ નંદન રાત્રીના ગુમ થઈ ગયું છે એ સંબંધમાં તું કંઇ જાણે છે; ને કયા દુ:ખે તું આપઘાત કરી હતી ? મારા મનની શંકાનું સમાધાન કરી પછી તારે મરવું હોય તો ખુશીથી મરજે.” સમ્રાટે કહ્યું.
એણે જાણ્યું કે હવે જે હકીકત બની ગઈ છે તે સત્ય કહી દેવામાં જ સાર હતો. પરિણામ ગમે તે આવે પણ જે હું જુઠું કહીશ તો મહારાજના મનનું સમાધાન થશે નહી. વર્ષો ઉપર બની ગયેલી ઘટનાને આજે પડદા ઉઘડવાનો હતો એમ એને નિશ્ચય લાગ્યું. “મહારાજ? એ દુષ્ટ નંદન મારા ખંજરને ભેગા થયા.” એમકહીને રાતની વાત એણે મહારાજને કહી સંભળાવી.
ડીક તે પછી દાસીને તે શા માટે મારી?” રાજાએ ફરીને પૂછ્યું.
તમારા ભયથી? કદાચ એ દાસી તમારી આગળ મારે ભમે ફોડી નાખે માટે એ પહેલાં જ મેં એને અહી યાંથી રવાને કરી દીધી. છતાં આખરે પાપને ઘડે તે કુટી જ ગયે.”
ઠીક એ બૌધ સાધુની સાથે તારે પ્રપંચ ખેલવાનું કાંઈ કારણ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com