________________
+ ( ૨૦૯).
બીજું ખુન કરવાને ચમકી રહી. ક્રોધથી શરીર કંપવા લાગ્યું તરત જ ખંજર લઈને દાસી સુતી હતી ત્યાં આવી. આસ્તેથી જોયું તો દાસી રાત્રીના પરિશ્રમથી થાકેલી હોવાથી ઘેર નિંદ્રામાં હતી. હજી સૂર્યોદય થવાને પણ થોડી વાર હતી. જેથી બધે શાંતિ હતી, આસ્તેથી દ્વાર બંધ કરી એની પાસે આવી પિતાનું ખંજર તૈયાર કર્યું, તે શું કરે છે એનું પણ એને ભાન નહોતું, એણે તરતજ જુસ્સામાં ને જુસ્સામાં ખંજર એના ઉદરમાં એવા તો બળપૂર્વક ઘુસાડી દીધું કે એક શબ્દ પણ એ દાસી નતો બોલી શકી નતો ચીસ પાડી શકી ? નિંદ્રામાં ને નિંદ્રામાં જ એ આ લોકમાંથી વિદાય થઈ ગઈ. એને એમને એમ છોડી તે પિતાનું ખંજર ઉચકી સાફ કરી ત્યાંથી જેવી પાછી ફરે છે ત્યાં તો આશ્ચર્ય ? બારણામાં એક પ્રચંડકાય પુરૂષ એનું પાપકૃત્ય જોતો ઉભો હતો. એને જોઈને એ હેબતાઈ ગઈ. એના પગ થંભાઈ ગયા. શરીર પરસેવાથી તરળ થયું. આખે અંધારાં આવવા લાગ્યાં. પૃથ્વી જાણે ફરતી હોય એમ દેખાયું. એને થયું કે જે જમીન માર્ગ આપે તો એના ભૂગર્ભમાં આ માણસથી બચવાને છુપાઈ જાઉં! જે ભયની ખાતર એણે આ ખુનનું પાપ કર્યું હતું તે ભય એણે સામે ઉભેલ જે. શું કરવું એ એને કાંઈ સૂઝયું નહીં.
બારણામાં ઉભેલો એ મહા પુરૂષ ભારત સમ્રા અશક હતે. રાત્રીના બાલમંદિર આગળનું દુષ્કૃત્ય એણે ન. જરે નિહાળ્યું હતું. પાછળથી એ પણ રાજગઢમાં આવી ૫
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
યિની મા
શું કરવું એ 33 હતું તે ભય