________________
( ૨૦૭)
હાંશાતાંશી વધી ગઇ. તિષ્યરક્ષિતાએ બળપૂર્વક એક મુઠી એનામાં ઉપર મારી. નંદને એક ધક્કો મારી એને નીચે નાખી દીધી. ને ખંજર એના હાથમાંથી દૂર ફેકી દીધું. એને નીચે પટકી જેવા એને હેરાન કરવા જાય છે. એટલામાં પેલી સ્ત્રીએ જોરથી એની છાતીમાં એવી તેા લાત મારી કે તે દૂર પડયા, સમય કટાકટીના હતા જેથી તરતજ સાવધ થઇ પેલી બીજી સ્ત્રી તરફ ધસ્યા એને પટકીને એની ઉપર ચઢી બેઠા ત્યાં તેા તિષ્યરક્ષિતા સફાળી ઉઠી પેલું ખંજર ઉઠાવી, એકદમ એ નરિપશાચ ઉપર ધસી ગઈ. પેડુમાં એવી તે ખળપૂર્વક લાત મારી કે તે નીચે પટકાયા. એના ક્રોધના પાર નહેાતા. સાક્ષાત્ ચડિકા સમાન હાથમાં ખંજરથી શૈાભતી તે ભયંકર સ્ક્રી ગુસ્સામાં તે શુ કરતી હતી એનું ભાન એ ભૂલી ગઇ હતી. “દુષ્ટ રાક્ષસ ! હવે તારા કાળ આવ્યે છે એમ સમજ ?” ક્રોધથી ખેાલતી રૂદ્ર મુત્તિને ધારણ કરનારી તિષ્યરક્ષિતાએ પેલા નંદન જેવા ઉડીને એના ઉપર ધસી જાય છે ત્યાં તે એક્દમ એની ઉપર ધસી જઇ એના પેટમાં પેલું તીક્ષ્ણ ધારવાળું વાંકડીયું ખંજર પધરાવી દીધું. ને આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં. ઘા એવા સખ્ત હતા કે નંદન અલ્પ સમયમાંજ તરતા શરીર છેડીને વિદાય થઇ ગયા. ઘેાડી વારે તિષ્યરક્ષિતાના ક્રોધ શાંત થયા. એટલે બન્ને સ્ત્રીએ જેમ આવી હતી તેમ એ શબને જંગલી પશુ પંખીના શિકારને માટે રખડતુ મુકી ત્યાંથી પેાતાને ઠેકાણે જવા અદશ્ય થઈ ગઇ. પેલા ગુપ્ત પુરૂષ સમ્રાટ્ અશોક પણ અનેક પ્રકારના સંકલ્પ કરતા એમની પછવાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com