________________
( ૨૦૫). પીખી નાખું સમજ્યો ? ચાલે બાઈજી? ઉઠે ઝટ !” એ સ્ત્રીએ પોતાનું પિત ધીરે ધીરે પ્રકાશવા માંડયું. નીચે પડેલી સ્ત્રીએ ઉભા થઈ પોતાનાં વસ્ત્રાભૂષણ ખંખેરી આગળ ચાલવા માંડયું.
એમ છે ! મારા પંજામાંથી તું છટકી જવા માગે છે ! એ દાસી? શું તું દાસી છે. લુચ્ચી ?
દાસી નહી તે કોણ વળી ? તેથી તે તારાં કડવાં વેણ સાંભળી રહી છું.”
તને ઓળખી છે તેજ તિષ્યરક્ષિતા છે. છતાં આ દાસીને તારાં કપડાં આભૂષણ પહેરાવી એને તિષ્યરક્ષિતા બનાવી છે. ને તું દાસી બની છે. સમજી ! હવે તું મારા હાથમાંથી છટકવા પ્રયત્ન ન કરીશ. મારી મરજીને આધીન થા?” નંદન વાતનું સ્પષ્ટીકરણ કરતા આગળ ફરી વળ્યો ને બન્નેને અટકાવ્યાં.
તિષ્યરક્ષિતાએ જાણ્યું કે ભેદ બધે ફુટી ગયો હતે. છતાં જીવને ભેગે શિયલ સાચવવું એ એને દઢ નિશ્ચય હતો. એને લાગ્યું કે “હવે સહેજે આ પાપમાંથી મુક્ત થવાય એમતે નથી. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાને સમય આવી પહે છે. કાલે સવારે આ હકીકત મહારાજના જાણવામાં આવશે. વર્ષોનાં દબાયેલાં જૂનાં પડ તાજા થશે. ખેર !જે બને તે ખરૂં પણ એક પાપ તે કર્યું. શિયલનો ભંગ કરી બીજું પાપ તે અવશ્ય નહીજ કરું !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com