________________
(૧૬) આશ્ચર્ય તે એ છે કે વ્યભિચારના સ્વાદમાં મસ્ત થયેલી રમણ ઉપરથી તે દુનિયાને ઠગવાને એટલે બધે આડંબર કરે છે કે જાણે સતીયોમાં તે પોતે જ શ્રેષ્ઠતાની પદવી ન પ્રાપ્ત કરતી હોય. પોતાના પતિ આગળ તેમજ બીજા પ્રસંગમાં આવતા અન્ય પુરૂષો સાથે એવી રીતે વર્તે છે કે એઓ સમજે કે “વાહ શું સતી છે?” આપણે સાથે તે વાત પણ કરતી નથી. પરપુરૂષનું મેંહ જેતાં પણ શરમાય છે. તે હસવાની કે બોલવાની તે વાતજ કયાં? પરંતુ એ બિચારા ભેળાઓને ઠગનારી એ નારીના દુશ્ચરિત્રની એને કયાંથી ખબર હોય કે તારી આગળ સતીને ડોળ કરનારી કુળવંતી સ્ત્રી પોતાના પ્યારાને મળવાને પોતાના કુટુંબીઓથી કેવી ગુપ્ત રીતે હાથતાલી આપી છટકી જાય છે.” અતુ. મારે પણ આ કુટિલ કામિનીયેનું ચારિત્ર જેવું તે જોઈએ કે કેણ આશક એમની રાહ જુએ છે? એ પ્રમાણે વિચારતો એ પુરૂષ પોતાનાં હથીયાર સંભાળતા વૃક્ષની ઘટામાં એમની પછવાડે અદૃશ્ય થઈ ગયે.
જીર્ણ મંદિરમાં નંદન આથાર્ય ક્યારનેય આવીને આવનાર મેમાનની રાહ જોઈ રહ્યો હતો. પિતાના આવ્યા પછી કેટલાક સમય પસાર થઈ ગયે હતે. છતાં કોઈના કદમ આ તરફ હજુ લગણ તો લંબાયાં નહોતા, જેથી એ આશાતુર હૈયું સ્નેહમૂર્તિના આવવાના માર્ગ તરફ આંખ ફાડી ફાડીને જોઈ રહ્યું હતું. આખરે એ સમય આવી પહોંચે, ને નજીકમાં ખડખડાટ થતાં એના કાન ચમક્યા. મંદિરની બહારજ ઓટલા ઉપર એ અંધારી રાતે ઉભું હતું. જે પિલી બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com