________________
(૧૯૫) રાત કંઈ જોતાં નથી. જે સ્ત્રીઓ દિવસે કાગડાને દેખીને ભય પામે છે એવી સ્ત્રીઓ રાતે નર્મદા તરી જાય છે. સ્ત્રીના હદયનો પાર કઈ પામ્યું છે ? આહા? જુઓ તો ખરા કેવી રીતે નિર્ભયપણે તે પેલા જીર્ણ મંદિર તરફ ચાલી જાય છે. એ અબળા નારી કેટલી સબળા છે તેને આ પ્રત્યક્ષ દાખલોજ બસ છે. બિચારો એને પતિ તો કયાંય નિદ્રામાં ઘોરતા હશે. લોકોમાં કહેવાય છે કે મીઠામાં મીઠી ચીજ વિષય રસ છે તેને આ સાક્ષાત્ નમુનો? વળી લેકમાં પણ એવી કિવદંતિ પણ સંભળાય છે કે –
આભા ગાભાને વર્ષાકાળ, સ્ત્રી ચરિત્રને રોતાં બાળ, તેની જે કોઈ પરિક્ષા કરે, સહદેવ જોશી પાણી ભરે.
આકાશમાં શું છે? એ શી વસ્તુ છે? કેવું વિશાળ છે? વગેરેની તેમજ ગર્ભમાં રહેલે બાળક પુત્ર હશે કે પુત્રી તેમજ એ કે થશે. વર્ષા કયારે વરસશે, તેમજ સ્ત્રીઓનાં હદય અને બાળકોનું રડવું એ કઈ જાણી શકે છે? અલ્પબુદ્ધિવાળા મનુષ્ય આ પાંચ વાતોને પાર પામી શકતા નથી.
આહા, સારા કુટુંબની સ્ત્રીઓ પણ વિષયને વશ થઈને ચામના સ્વાદની ખાતર કેવી નીચે પ્રવૃત્તિ કરે છે–જારીવિજારી રમે છે. સ્ત્રી એકની સાથે રમે છે. બીજાની સાથે વાત કરતી હોય ત્યારે ત્રીજા સામું જોઈને હસે. એના હૈયામાં વળી કોઈ બીજ પુરૂષ હોય. પતિભતી સતી તે જગતમાં
ડીજ હોય બાકી તે એમનાં અંદરનાં ચારિત્ર તે જે જાણતું હિય એજ જાણે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com