________________
( ૧૯૩) પ્રકરણ ૨૩ મું.
કાળીરાતે. પ્રહર રાત્રી લગભગ વહી ગઈ હોવાથી જગત અત્યારે ઘણુંખરૂં શાંતિમાં આરામ લેતું હતું. પ્રવર્તીમય પાટલીપુત્ર શહેર આખા દિવસની ધમાચકડીથી થાકીને શાંતિને સ્વાદ ચાખી રહ્યું હતું. છતાં કવચિત કવચિત મનુષ્યને અવરજવર હજી જણાતે હતે. એવા સમયમાં રાજમહેલના છુપા દ્વારમાંથી એ સ્ત્રીઓ નિકળી. એકને વેષ અદ્ભુત હતા જ્યારે બીજીને સામાન્ય; છતાં બન્ને સરખી ઉમરની ને એકજ ઘાટની હતી. એ બનેને આકાર એ તે લગભગ મળતો હતો કે બન્નેમાંથી એકને ઓળખી કાઢવી એ અશક્ય હતું. પેલી સામાન્ય જણાતી ચતુર સ્ત્રી બીજી સુંદર વસ્ત્રાભૂષણોથી સુસજજીત સ્ત્રીને બધે પાઠ શીખવ્યો હતો. અત્યારે એ પોતે દાસી બની ગઈ હતી. દાસીને પિતાને પહેરવેશ આપીને પોતા સમાન બનાવી હતી. હરબાને કાર્ય સાધવું એ એનો મંત્ર હતો. એના મનમાં દ્રઢ ખાતરી હતી કે એ સાધુ કઈ પણ મંત્ર તંત્ર વડે કરીને પિતાનું કાર્ય સિદ્ધ કરી આપશે. માટે કેઈપણ રીતે અંધકારને લાભ લઈ એને છળવાને એણે વિચાર કર્યો હતો. જેથી એ સામાન્ય જણાતી સ્ત્રીએ આ યુતિ શોધી કાઢી હતી. એ સામાન્ય સ્ત્રી તે અશકની પટ્ટરાણી તિષ્યરક્ષિતા હતી. બીજી ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com