________________
( ૧૦ ) પણ શા માટે તમારે આમ કરવું પડે છે. તે જણવશ જરી? ”
“તમારી બેવફાઈની શિક્ષા કરવા માટે? મેં તમારું કામ કરી દીધું. તમારા ભાગ્ય સારૂ મેટું પરિવર્તન કરાવ્યું, છતાં રાજી! તમે મારી કદર તો આવી જ કરી ! અરે એક વખત પણ તમે....” સાધુ આગળ બોલતા અટકી ગયે.
“તો શું આટલો બધે હદથી પણ વધારે તમારા હદયમાં મારે માટે પ્રેમ ઉભરાઈ રહ્યો છે ગુરૂજી! તમે સાધુ થયા. તમારે તો પરોપકાર એને જ તમારું જીવન બનાવવું જોઈએ?
“તો શું ત્યારે સ્ત્રીઓ પણ પરોપકાર ન કરી શકે વાર? પારકાના હૃદયનું દુ:ખ દૂર કરવું એ શું પરોપકાર ન કહેવાય?
પણ એ કરતાં સ્ત્રીઓને શિયલ વ્હાલું હોય છે. વળી તમે જાણે છે કે કદાચ મહારાજ જાણે તે તમારી ને મારી જીવતાંજ ચામડી ઉતરાવે કે બીજું કાંઈ?
તે તમારો ખાલી ખ્યાલ છે. રાજ્યકારભારમાં ડુબેલા મહારાજને શી પરવા છે કે તમે કયાં પડ્યાં છે ! અને શું કરો છો ? જુઓની ‘કુણાલ આંધળે થયો એ તમારી વાત વર્ષોનાં વર્ષો વહી ગયાં છતાં કંઈ પણ જાણી શકયું છે ?”
પણું મારા કરતાંય સુંદર કોઈ મારી દાસી તમારી પાસે મોકલું છે? મારા કરતાં તે તમારી અધિક સેવા કરશે. જે મારાથી નહી બને તે એ તમને આપશે.”
દાસી તે દાસી ! મીઠું કદિ સાકરની બરાબરી કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com