________________
( ૧૮૫) શિયલનો ભંગ કરે એ મને પરવડે છે? કદિ નહી. એની કા મણ ભરી આંખો અને એના ચેનચાળા એ બધા તે તબાહ છે. પણ ત્યારે શું એ દુટે બધા ઘાણ બગાડર્યો હતો કે ! જે કામ કરી શકે છે એજ બગાડી શકે છે. એક દિવસ એણે કહેલું કે તમારું કામ મેં સિદ્ધ કર્યું છે તે ઝટ હવે પાર પડી જશે.
મને ખબર નહી કે એની આવી કાળી દાનત હશે, આ તો પાછળથી માલુમ પડયું. એ સુવે તે દિવસે બોલતો હતા તે બધું વ્યંગમાં બોલતો હતો. એ હવે સમજાય છે, પિતાના કામમાં નિષ્ફળ જવાથી એણે તો ઘાણ નહી બગાડ હોય. માટે એ સંબંધી એની સાથે વાતનો ખુલાસો કરવા જોઈએ. જોઈએ તે ખરા કે એ શું ખુલાસો આપે છે. એ જાણ્યા પછી આગળ શું કરવું એની કાંઈક સમજ પડશે.”
તરતજ એ કપડાં પહેરીને સજજ થઈ ગઈ. કલ્યાણ નામની પિતાની દાસીને લઈને તે રથમાં બેસીને બેધમંદિર તરફ રવાને થઈ ગઈ
નંદન આચાર્ય પણ પોતાની મનાવૃષ્ટિમાં નિષ્ફળ જવાથી તિરક્ષિતા ઉપર ગુસ્સે થયો હતો. દુનીયાનું સુંદરમાં સુંદર ગણાતું આ સંદર્ય એક વખતે પણ પોતાના ઉપગમાં ન આવે એ ખચીત એને મન અતિ દુ:ખદાયક હતું. એ વારંવાર ખાનગી રીતે તિગરક્ષિતાને તેડાવતે. પણ એ સુંદરી ચેતી ગયેલી હોવાથી હવે એના પાશમાં આવતી નહી જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com