________________
૧૮૪) પ્રકરણ ૨૨ મું.
ખેંચાખેંચ. “આહા! આતે અણધાર્યું બની ગયું! અરરર ! ભુંડી થઈ ! દેવે મારી આશાને કીલ્લે જડમુળથી ઉખેડી નાંખે; જે રાજ્ય લેભની ખાતર કુણાલની આંખ ફડાવી મારા પુત્રને મેં તાજ અપાવ્યું. છતાં જુઓ તો ખરા દેવની શું રમત છે ! આપણું ધારેલી આશાઓ એ દુષ્ટ ધુળધાણું કરી નાખે છે. એક કટ દૂર કર્યો તે વળી આજે બીજે ફૂટી નીકળ્યો. અરે! મહારાજે તો એને રાજ્યપણ આપી દીધું હવે એને રાજ્યભ્રષ્ટ શી રીતે કરી શકાય? આ દુનીયામાંથી એ રવાને થાય તો આપણું કામ થાય !” ઈત્યાદિક વિચાર કરતી એક સુંદર રમણ પિતાના આલીશાન ભવનમાં ઉદાસ ચહેરે પલંગ ઉપર પડી હતી. આજે એની ચિંતાને પાર નહોતો. કઈ રીતે એને સુખ નહોતું જેથી આવા મુશ્કેલીના સમયમાં કેદની સલાહ તે લેવી જ જોઈએ. એણે નંદનાચાર્ય પાસે જવાનો વિચાર કર્યો. પણ વળી એને વિચાર થયો કે એ રૂપલબ્ધ સાધુ તો પિતાને આશક બન્યો હતે. કેટલીક વખત એને હાથ તાલી આપીને પિતાનું શિયલ બચાવ્યું હતું. એવા એક વ્યભિચારી પુરૂષ પાસે જવાને એનો પગ ભારે થયે હતા. જે પિતે પિતાનું શિયલ એને આપે અને પોતાને હૈયાને માનિતે બનાવે તેજ એ સાધુ એનું કામ કરે તેમ હતું. શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com