________________
' (૧૮૬) નંદન નાશી પાસ થયે હતો. બીજીકથી યુકિતથી એ રમણીને પોતાની કરવી. એ માટે તે અનેક કલ્પનાઓ કરતો. પણ એ હવાઈ વિચારો એના હવામાં જ મળી જતા હતા. કેઈ દિવસ ભીક્ષા લેવાને બહાને તે તિષ્યરક્ષિતાના મહેલમાં આવતા, પણ તિગરક્ષિતા એને દૂરથી જોતાંજ પોતે આઘી પાછી થઈ જતી ને દાસી માર્ફતે એને ભિક્ષા અપાવી પાછો વાળતી. પ્રસંગે એની નજરે ચડતી તો સાવધાનતા પૂર્વક એણે પૂછેલા પ્રશ્રનોના જવાબ આપીને ઉડાવતી હતી. ખાટી આશા આપી વિદાય કરી દેતી હતી. એ વર્ષોની આગ એના હૈયામાં ધુંધવાયા કરતી હોવાથી એણે પણ ઝટ એનો નિકાલ કરી દેવાને વિચાર કર્યો. “હવે ફક્ત એકવાર પ્રસંગ મેળવી તિવ્યરક્ષિતાની મુલાકાત લેવી એ શું કહે છે તે સાંભળવું. જે મારી માગણી સ્વીકારે છે તે ઠીક છે નહીતર પછી કોઈ ઉપાયે એને સપડાવી દેવી. બળાત્કારે પણ એના મધુરા વનને સ્વાદ તે ચાખ ! બસ ફકત એક જ વાર મારા બ્લોગમાં એ આવે તો થયું. હું એને પૂછી જોઈશ. “એ સુંદર સ્ત્રી? ફક્ત એકજ વખત મારું મન રાખ ! ને તારા આ મધુરા અનુપમ ખીલેલા વનનો સ્વાદ ચખાડ? કે જેથી દીર્ધકાળથી લાગેલી મારા હૈયાની તાલાવેલી કાંઈક નરમ પડે–શાંત થાય !” મારી પ્રાર્થના એ સ્વીકારશે તો તે ઠીક છે નહીતર પછી...” એમ વિચારતાં જ એની આંખોના ભવાં ચઢી ગયાં. શરીર કેધના જુસ્સાથી કંપવા લાગ્યું. અગ્નિના તણખા ખરતા હોય એમ આંખમાંથી અગ્નિની જવાળાઓ ખરવા લાગી. ચહેરો બહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com