________________
(૧૬૫) તે પછી દિવસ જતાં એને-શરતકુમારીને સારાં સારાં સ્વને આવવા લાગ્યાં, દેવગુરૂ અને ધર્મની ભકિત કરવાને દોહદ ઉત્પન્ન થયે. એ દેહદ કુણાલે પરિપૂર્ણ કર્યો. ત્યારથી પ્રસન્ન હદયે રહેતી શરતકુમારી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી. સુનંદા અને ચંદા એની ઘણું સંભાળ રાખતાં. ખાવા પીવામાં એની કાળજી રાખતાં, બીજી દાસીઓ ડગલે ડગલે એની સેવામાં હાજર રહેતી. ગનું પિષણ કરતી શરતકુમારીને અનેક પ્રકારની અભિલાષાઓ થવા લાગી. બધાને હુકમ કરી સર્વ ઉપર સત્તા ચલાવવા લાગી. જગતને તાબેદાર બનાવવાને દુનિયા ઉપર ચકવત્તાં રાજ્ય સ્થાપવાનો એને અભિલાષ થવા લાગ્યા. રૂડી રીતથી ગર્ભનું પાલન કરતાં પૂર્ણમાસે અને શુભ મુહૂર્તે એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ગ્રહો બધા અનુકુળ હતા, કેટલાક તો ઉંચ્ચ હતા. કેટલાક સ્વગૃહી હતા. એવા સારા ગ્રહોગમાં ગુઢગભાં શરતકુમારીએ ભવ્ય પુત્રનો પીડા રહીતપણે જન્મ આપે.
સુનંદા, ચંદા, વગેરે પુત્ર જન્મ સમયે શરતકુમારી પાસે હાજરજ હતાં. નિર્વિને પુત્રને જન્મ થયે જઈ એ ખુશી થયાં. અશુચી વગેરે દૂર કરી એ બાળપુત્રનું ચંદ્રવદનને પણ તિરસ્કાર કરે એવુ સુંદર વદન, ભવ્ય લલાટ, મજબુત અને ઘાટીલું શરીર જે સુનંદા અત્યંત હર્ષઘેલી થઈ. “દીકરા? તારી માતાના મનોરથ પૂર્ણ કરજે. મોટે ચક્રવર્તી રાજા થજે.” પુત્રને જોઈ એની આંખમાં હર્ષનાં આસુ આવ્યાં.
એ તરતને જન્મેલ બાળક પિતાનાનાજુક હાથ ઉચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com