________________
(૧૧) કુમારી બેભાનમાં હતી એને સાવધ કરી એના ખેાળામાં બાળક મુકે “લે આ તારે બાળક?”
પોતાના બાળકને અક્ષત અંગવાળ જોઈ એના જીવમાં જીવ આવ્યો. બાળકને હૈયા સાથે દબાવી એને ચુંબન ઉપર ચુંબનથી નવાજ્યો. માતાના લાડથી એ શિશુનું વદન ખીલી ખીલી રહ્યું. ને પાછા ખોળામાં હાથ પગ પછાડતો તોફાન કરવા લાલ્યો. | બધાને લાગ્યું કે બાળક આટલે ઉંચેથી નીચે પડયે છતાં લગારે એને લાગ્યું હોય એવી નીશાની એના શરીર ઉપર નથી એના મન ઉપર એની અસર પણ નથી. દાદરથી નીચે પડ્યા છતાં જોયું તો એ ગેલજ કરતો હતો. માટે આગળ જતાં એ મહા પરાક્રમી થશે. ઘણા શત્રુઓના ગર્વનું મર્દન કરનારે થશે. એથી સુનંદાનું હૈયું તો હરખ્યું.
કુણાલ ! દીકરા ! જોયું તારા બાળશિશુનું પરાક્રમ ? આટલે ઉચ્ચેથી પડયે છતાં એતો નીચે રમતો હતો. અત્યારથી જ એનું શરીર આટલું બધું મજબુત છે તે મેટો થતાં જરૂર પોતાનું રાજ તો પરાક્રમથીજ એ અવશ્ય લેશે. છતાં દીકરા ! એક વખત તું પ્રયત્ન તો કર? તાર મહેનત અને મારા આ બાળકુંવરનું નશીબ ! મરતાં પહેલાં એટલું તે-હું જોઈ લઉં!”
“જેવી રીતે પેલી તિષ્યરક્ષિતાએ આપણું મને રથ નિષ્ફળ કર્યા છે, તેવી જ રીતે આ બાળના પુણ્ય પ્રતાપે એના મનોરથ પણ તમે નિષ્ફળ કરો ?” ચંદાએ વચમાં કહયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com