________________
(૧૮) સમસ્ત જગ માનવની વચ્ચે, તુજ સામે ઉભે રહું. હે જગ બાંધવ રાજ રાજેશ્વર, તુજ સામે ઉભે રહું; હે જીવન ભવરણના આ કર્મ કિનારે, તુજ સામે ઉભે રહે. આ ભવમાં મમ કાજ પુરૂ થતાં, તુજ સામે ઉભો રહું;
| હે જીવન પોતાની જેટલી કળા હતી તે સતારવાળાએ ઉપરના ગાનમાં ખચી નાખી. પ્રભુ ભક્તિનું રસ ભર્યું એ શાંત રસ પૂર્ણ ગાન અત્યારે અદ્દભૂત હતું. સકળ સભા આ ગાનમાં લુબ્ધ હતી. ગાનારે પોતાની ગાન શક્તિથી સમર્થ વીરા હદમાં પણ પ્રભુ ભક્તિનો રસ જાગૃત કર્યો હતો. પોતાને આંખ હતા તો જોઈ શકત કે મેરલીથી મુગ્ધ થયેલ સર્પ એક ચિત્તે ડોલ્યા કરતો જેમ બીજુ ભાન ભૂલી જાય છે, સંગીતના તાનમાં લુબ્ધ થયેલું હરણીયું જેમ જંગલમાંથી ખેંચાઈને નગરમાં આવે છે, તેવીજ રીતે બધી સભા એના ગાન ઉપર ફીદા હતી–મુગ્ધ હતી. ખુદ સમ્રાટ અશોકવર્ધન પણ એ કંઠની માધુર્યતા ઉપર, ગાવાની શલી ઉપર અને ગાનના પ્રભુ ભક્તિથી ભરેલા ઉચ્ચ ભાવ પર મુગ્ધ થયા. હતા. મેટા પુરૂષોની-સમર્થ પુરૂષની પ્રસન્નતા કે ગુસ્સો વ્યર્થ જતાં નથી, મહારાજે તરત જ પ્રસન્નતા પૂર્વક સતારવાળાને વરદાન માગવા કહ્યું.
એનો મનોરથ હવે પૂર્ણ થવાની તૈયારીમાં હતું એમ એને લાગ્યું. રાજાનું વરદાન સાંભળી સતારવાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com