________________
(૭૯) પહે. રાજાની નજરે ન પડવા દેતાં એને પ્રતિહારી એની બેસવાની જગાએ લઈ ગયો ત્યાં એને બેસાડ્યો.
હવે ગંધર્વોની સંગીત લમીને તિરસ્કાર કરનાર આ અંધ સતારવાળાને ગાવાને હુકમ થયે, હજારો માણસ સભામાં વિદ્યમાન છતા કાંકરી પડે તો સંભળાય એવી શાંતિ હતી. હજારો ને એ સતારવાળાના શરીર તરફ ચાટેલાં હતાં.
સતારવાળે જે સમયની રાહ જોતો હતા તે સમય અત્યારે આવી પહોંચે હતો. જેને માટે એણે આટ આટલે પરિશ્રમ સહન કરી મહેનત ઉઠાવી હતી, તે વિષમ પરિક્ષાની અત્યારે કસોટી થવાની હતી. આજ દિવસ એને મન ઘણે મહત્વનો હતો. ક્ષણ પછી શું થવાનું છે એની આખી સભામાં કોઈને પણ ખબર નહોતી, છતાં સતારવાળો પિતાનું ધ્યેય સમજતો હતો. જેથી તે પિતાની ઉચમાં ઉચ્ચ ગાયન કળા અજમાવી મહારાજને પ્રસન્ન કરવાનો ઈરાદો રાખતો હતો. પ્રયત્ન એને હાથ હતો ફલ તે દેવાધિન હતું.
સતારવાળાએ તૈયાર થઈ ક્ષણવારમાં સર્વની અજાયબી વચ્ચે પ્રભુભક્તિમાં વધારો થાય એવા સંગીતના સૂર છેડી મૂકયા.
દાદર. માઢ મૈરવી. હે જીવન સ્વામી, પ્રતિદિને, તુજ સામે ઉભે રહે. હે ભુવનેશ્વર, કરજેડી, તુજ સામે ઉભે રહું; હે જીવન નમ્ર દ્રિગે પ્રેમાશ્રુ ભરી, તુજ સામે ઉભે રહું. વીર વીર જપી એકાંતે, પ્રભુ સામે ઉભો રહે છે જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com