________________
(૧૮૧)
આય ગીતિ. પ્રબળ પ્રતાપી નરપતિ, મર્યવંશના આદ્ય પુરૂષ રાજે, ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ, બિંદુસાર પછી અશક શ્રી ગાજે, પિતુ આજ્ઞાને પામી, લોચન જેણે અર્પણ કરી દીધાં, કુણાલ આજે આવી, પિતા પાસે કાકિણી માગે.”
વરદાનમાં કુણાલે પોતાના વંશનું વર્ણન કરતાં કાકિણીની માગણી કરી. તે સાંભળીને મહારાજા અશોક એકદમ ચમકી ઉડ્યો અને બે. “ઓહ! તું કેણ કુણાલ? ”
હા પિતાજી? તમારી આજ્ઞાને લેખ જોઈને જે પોતે અંધ થયો હતો એજ આ કુણાલ !” સતારવાળે પિોતાની ઓળખ આપી.
રાજાએ સફાળા ઉઠીને પડદો દૂર કરી નાખ્યું. પિતાના પુત્રને જોઈ ઓળખીને આંખમાંથી અશ્રુ પાડતાં એને પોતાના ખેાળામાં બેસાડી નેહપૂર્વક કહ્યું. “આહા પુત્ર! એ બધું કેમ બની ગયું તે કાંઈ સમજાતું નથી. મેં તે ફક્ત તને અભ્યાસ કરવાને લખ્યું હતું છતાં દુર્દેવે મોટો અનર્થ કરી નાખે !” આ ઘટના જોઈ આખી સભા આશ્ચર્ય પામી ગઈ. કયાં એક સામાન્ય અંધ ગવૈયો ને કયાં યુવરાજ કુણાલ. આહા ! શું વિધિની ઘટના !
પિતાના વચન સાંભળી કુણાલ સમયે કે “ પિતાને કયાંથી ખબર હોય કે એ મારી ઉપર માતા તિષ્યરક્ષિતાનું કાવવું હતું! ખરે! પણ મારે અત્યારે એ વાત કરવી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com